175-Year-Old Non-Electric Fan: વિજળી વિના ચાલતો 175 વર્ષ જૂનો પંખો, જાણો કેવી રીતે કરતો હતો કામ
175-Year-Old Non-Electric Fan: ઉનાળાની મોસમ શરૂ થઈ છે અને માર્ચના અંતિમ સપ્તાહમાં જ તીવ્ર ગરમી જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષ દર વર્ષ તાપમાન વધી રહ્યું છે, અને લોકોની એસી પરની નિર્ભરતા વધી રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો આ ચળચળતી ગરમી કેવી રીતે સહન કરતા?
હજુ વીજળી આવી નહોતી ત્યારે રાજાઓ માટે નોકર પંખો મારતા, પણ સામાન્ય લોકો માટે કોઈ વિકલ્પ ન હતો. ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ 1845માં વીજળી વિના કામ કરતો એક ખાસ પંખો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
View this post on Instagram
આ પંખાને ચલાવવા માટે વીજળી નહીં, પણ અગ્નિની ગરમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંખાના તળિયે એક દીવો પ્રગટાવવામાં આવતો, જેની ગરમી ગેસ સિલિન્ડરને સક્રિય કરતી. આ સિલિન્ડર મોટર ચલાવતો અને પંખાના બ્લેડ ઝડપથી ફરવા લાગતા. જો કે, આ પંખો ખૂબ જ અવાજ કરતો હતો, છતાં તે સમયે એ એક અદ્ભુત શોધ ગણાતી.
આ પ્રાચીન તકનીક દર્શાવે છે કે વીજળી વિના પણ હવાનું એક ઉત્તમ સાધન બનાવવું શક્ય છે. આજે, જ્યારે એનર્જી સેવિંગ અને પર્યાવરણ બચાવની વાત થાય છે, ત્યારે આવી જુની તકનીકો ફરી ઉપયોગી બની શકે.