1 Rupee Pepsi Nostalgia or Concern: 1 રૂપિયાની પેપ્સી, બાળપણની મીઠી યાદો કે સ્વચ્છતા પર પ્રશ્ન?
1 Rupee Pepsi Nostalgia or Concern: ઉનાળાની ગરમીમાં ઠંડા પીણાં બધાને ગમે, અને 90ના દાયકાના બાળકો માટે ‘1 રૂપિયાની પેપ્સી’ ખાસ યાદગાર છે. ટ્યુબ જેવા નાના પેકેટમાં મળતી આ ઠંડી ચુસ્કી, ગરમીમાં શીતળતા આપતી. સસ્તું અને સ્વાદિષ્ટ હોવાથી બાળકોથી લઈ મોટા સુધી દરેકની ફેવરિટ હતી.
હાલમાં, Instagram એકાઉન્ટ (@eatwithdelhi) પર એક ફૂડ બ્લૉગરે પેપ્સી આઈસ પોપ્સ બનાવવાની પ્રક્રિયા બતાવતો વીડિયો શેર કર્યો. વીડિયોમાં, એક વ્યક્તિ મોટા ડ્રમમાં દૂધ રેડી, તેમાં વિવિધ સ્વાદ અને મિશ્રણ ઉમેરતો જોવા મળે છે. ત્યારબાદ, પેકેજિંગ માટે નળી દ્વારા આ મિશ્રણ નાના પાઉચમાં ભરાય છે, પેકેટ સીલ થાય છે અને રાતોરાત ફ્રીઝ કરવામાં આવે છે.
View this post on Instagram
આ વીડિયો વાયરલ થયા બાદ, લોકોએ મિશ્ર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોને બાળપણની યાદો તાજી થઈ, જ્યારે ઘણા લોકોએ સ્વચ્છતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા. કેટલાક યુઝર્સે વીડિયો પર ટિપ્પણીઓ કરી કે “આ ખાવા યોગ્ય છે કે નહીં?” તો બીજાઓએ સરકારને આવી અસ્વચ્છ વસ્તુઓ પર પગલાં ભરવા કહ્યુ.
જો કે, કેટલાક લોકોએ હળવાશથી કહ્યું, “અમે બધાએ આ પીધું છે, અને આજે પણ તંદુરસ્ત છીએ.” 90ના દાયકાના બાળકો માટે, આ પેપ્સી માત્ર એક ઠંડું પીણું નહોતું, તે એક યાદગાર અનુભવ હતો. તો, તમે પણ આ પેપ્સી પીધી છે?