Valsad:
ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે.
ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમજાન માસની મુસ્લિમ બિરાદરો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. રમજાન માસની શરૂઆત સાથે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝા, નમાજ અને ઈબાદત કરતાં હોય છે. સમગ્ર મહિના ઈબાદત કર્યા બાદ ચાંદ દેખાતા રમજાન માસની પૂર્ણાહુતિ થાય છે.ઇદના અવસર પર, સવારની નમાઝ અદા કર્યા પછી, લોકો તેમના મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકોના ઘરે જાય છે અને એકબીજાને ઇદની શુભેચ્છા પાઠવે છે.
ઇદના અવસર પર, સવારની નમાઝ અદા કર્યા પછી, લોકો તેમના મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકોના ઘરે જાય છે.
અને એકબીજાને ઇદની શુભેચ્છા પાઠવે છે. આ તહેવારમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. જો મિત્રો કે સંબંધીઓ નજીકમાં રહેતા હોય, તો તેમને મળવા જતા હોય છે.

બુધવારે ચાંદ દેખાતા રમજાન માસ પૂર્ણ થયો હોવાથી ગુરૂવારે ઈદની ઉજવણી કરવામાં આવી.
