Kaprada પ્રધાનમંત્રી ગ્રામ સડક અંતર્ગત માંડવાથી વરોલી તલાટ તરફ જતા રસ્તા ઉપર બ્રિજની કામગીરી અધુરી
- ઈજારેદાર બ્રિજની અધૂરી કામગીરી મૂકી મોટા ભાગની સામગ્રી ખસેડી લઈ અન્ય જગ્યાએ મોકલી આપી
- જો બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો વરસાદમાં અધૂરો બ્રિજ સંપૂર્ણ ધોવાઈ જશે
- છેલ્લા બે મહિનાથી બ્રિજની કામગીરી બંધ છે અધિકારીઓ સ્થળ તપાસ માટે આવતા નથી : સ્થાનિકો
Kaprada વલસાડ જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કપરાડા તાલુકાના માંડવાથી વરોલી તલાટ તરફ જતા સળગ પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી જે અંદાજે બે મહિનાથી બંધ પડી છે અને મોટાભાગની સામગ્રી ઈજારેદારે અન્ય જગ્યા પર ખસેડી લીધી છે વરસાદનો સમય નજીક આવી રહ્યો છે બ્રિજની અધૂરી કામગીરીને કારણે વરસાદમાં બ્રિજ સંપૂર્ણ ધોવાઈ જશે અને ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડશેનું સ્થાનિકો જણાવી રહ્યા છે
પ્રાપ્ત વિગત અનુસાર કપરાડા તાલુકાના માંડવા ગામ થી વરોલી તલાટ તરફ જતા માર્ગ ઉપર બ્રિજની કામગીરી ચાલુ છે જેનો કોન્ટ્રાક્ટ નવસારીની મે રાજ કન્સ્ટ્રક્શન કુ.નામની કંપનીને આપવામાં આવ્યો છે બ્રિજ ની લંબાઈ અંદાજે 10 મીટર અને પહોળાઈ 7.5 મીટર છે જેની અંદાજે ટેન્ડર ની રકમ રૂપિયા 262.14 લાખ મંજૂર કરવામાં આવ્યા છે આ કામગીરી કાર્યપાલક ઇજનેર પંચાયત વિભાગ વલસાડની નીગ્રાનીમાં ચાલી રહી છે નવસારીના ઇજારેદાર દ્વારા પાયાની કામગીરી કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લા બે મહિનાથી બ્રિજની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને મોટાભાગની સામગ્રી પણ ઈજારેદારે ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ મોકલી આપી છે ઠેકેદારે બ્રિજની અધૂરી કામગીરી છોડી અન્ય જગ્યાએ કામ કરવા ચાલી જતા ગ્રામજનો ચિંતામાં મુકાઈ ગયા છે.
વરસાદની સિઝન પણ નજીક આવી રહી છે વરસાદમાં અધૂરો મુકેલો બ્રિજ સંપૂર્ણ ધોવાઈ જશે અને ગ્રામજનોને આવવા જવાની તકલીફ પડશે બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની તારીખ 12 સપ્ટેમ્બર 2025 છે આટલા સમયમાં બ્રિજની કામગીરી કેવી રીતે પૂર્ણ થશે કરોડોના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરી છેલ્લા બે મહિનાથી બંધ છે અને વરસાદ પણ નજીક આવી રહ્યો છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ કોઈ સ્થળ તપાસ કરવા આવ્યા નથી જો અધિકારીઓ સ્થળ પર બ્રિજની કામગીરીની તપાસ કરવા નહીં આવશે તો ચોક્કસ વરસાદમાં બ્રિજનું ધોવાણ થઈ જશે અને ગામ લોકોએ દુઃખી થવાનો વારો આવશેનું સ્થાનિકો જણાવી રહ્યા છે