જમ્બો માળખાની જાહેરાતની સાથે સાથે ગુજરાત કોંગ્રેસે લોકસભાના ઈન્ચાર્જની નિમણૂંકો કરી છે. લોકસભાની 26 સીટ માટે કોંગ્રેસે ઈન્ચાર્ડ બનાવ્યા છે. જેમાં સિનિયર નેતાઓ સાથે નવા ચહેરાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તૈયાર કરેલા લિસ્ટમાં વર્તમાન ધારાસભ્યો સહિત અનેક આગેવાનોને ઈન્ચાર્જ બનાવ્યા છે.
અમદાવાદ લોકસભાની બે બેઠક છે. અમદાવાદ-પૂર્વની જવાબદારી સાગર રાયકા અને અમદાવાદ-પશ્ચિમની જવાબદારી ધારાસભ્ય નિરંજન પટેલને સોપવામાં આવી છે. જ્યારે વડોદરા લોકસભની જવાબદારી ધારાસભ્ય શૈલેષ પરમારને સુપરત કરાઈ છે.
સુરત લોકસભની જવાબદારી હાલ સુરતમાં નિરીક્ષક તરીકે સતત આવી રહેલા વડોદરાના પૂર્વ મેયર રણજિતસિંહને સોંપાઈ છે. નવસારી લોકસભા માટે અશોક પંજાબી અને વલસાડની જવાબદારી કદીર પીરઝાદાને સોંપવામાં આવી છે.
વાંચો આખું લિસ્ટ….