Valsad: વલસાડ શહેરમાં સૌપ્રથમ વખત સફળ કાર્ડિયાક બાયપાસ સર્જરી – આરોગ્ય સેવામાં ઈતિહાસ રચાયો
Valsad વલસાડ શહેર અને કસ્તુરબા હોસ્પિટલ માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની છે. વલસાડમાં પ્રથમવાર સફળતાપૂર્વક કાર્ડિયાક બાયપાસ સર્જરી (CABG) કરવામાં આવી છે, જે વલસાડના આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટું સિદ્ધિચિહ્ન છે.
કસ્તુરબા હોસ્પિટલ, જે 1944માં માત્ર 6 બેડની મેટરનિટી હોસ્પિટલ તરીકે શરૂ થઈ હતી, આજે એક સંપૂર્ણ તૃતીય કક્ષાની સુપર સ્પેશિયાલિટી સારવાર આપતી ટ્રસ્ટ હોસ્પિટલ તરીકે ઉભરી આવી છે. અહીં તમામ મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ છે.
દર્દી મનોજભાઈ નાનુભાઈ પટેલ (ઉમર 44 વર્ષ, રહેવાસી છરવાડા, વલસાડ) – જેમની કૉમ્પ્લેક્સ CABG (Complex Coronary Artery Bypass Graft) સર્જરી 29 માર્ચ 2025 ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
રવિન્દ્ર કુબર યાદવ (રહેવાસી ઉમરગાંવ, વલસાડ) – જેમની મલ્ટિવેસલ CABG (Multivessel Coronary Artery Bypass Graft) સર્જરી 1 એપ્રિલ 2025 ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
બન્ને દર્દીઓએ આયુષ્માન ભારત PMJAY MA યોજના હેઠળ સંપૂર્ણ મફત સારવાર મેળવી હતી અને તેઓ સફળતાપૂર્વક ડિસ્ચાર્જ પણ થયા છે.
હૃદય સંબંધિત તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં સ્થાયી સ્પેશિયાલિસ્ટ ટીમ સતત ઉપલબ્ધ છે:
કાર્ડિયોલોજીસ્ટ: ડો. વિરલ ટંડેલ
કાર્ડિયાક સર્જન: ડો. કપિલ પટેલ
કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ: ડો. પથિક નાયક
ઇન્ટેન્સિવ કેર : ડો. કેતુલ રાવલ દ્વારા
કસ્તુરબા હોસ્પિટલ આયુષ્માન ભારત યોજનાના તેમજ અગ્રગણ્ય ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે એમ્પેનલ છે, જેથી દર્દીઓને કેશલેસ અને સુલભ સારવારની સુવિધા ઉપલબ્ધ થાય છે.
કસ્તુરબા ટ્રસ્ટી મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ક્લિનિકલ, પેરામેડિકલ અને સપોર્ટ સ્ટાફના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ આદરણીય દાતાઓનો પણ હ્રદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે, જેમના વિશ્વાસ અને સતત સહયોગથી કસ્તુરબા હોસ્પિટલ સમુદાયને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપી રહી છે.