Valsad વલસાડના જાણીતા વેપારીના પુત્રએ દમણમાં બેફામ કાર હંકારીને એક વ્યક્તિને કચડી નાંખતા ચકચાર મચી ગઈ છે. લોકોના મોઢે ચર્ચાતી ચર્ચા કાર ચાલાક નબીરો દારૂના નશામાં હતો.હાલ તો પોલીસે કાર્યવાહી કરી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
સંઘ પ્રદેશ દમણમાં હોળીની ધૂમ વચ્ચે આજે વડોદરા વાળી ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે. વલસાડના વેપારીના નબીરા (પુત્ર) એ પોતાની બ્રેઝા કાર બેફામ કાર હંકારી ચાર થી પાંચ જેટલા વાહનોને અડફટમાં લીધા હતા જેમાં બે ઇસમોને ટક્કર મારતા એક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણકારી આપી હતી.દમણમાં ખારીવાડ વિસ્તારમાં આજે વલસાડના એક નામી વેપારીના નબીરા (પુત્ર) એ બ્રેઝા કાર બેફામ ગતિથી અંદાજિત ચાર થી પાંચ બાઇકને ટક્કર મારી જ્યારે બે વ્યક્તિને અડફેટમાં લેતા એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. Updating …..