વાપી તા.6 : વાપી ખાતે ફરી એક વખત ચૂંટણી ની જૂની અદાવત રાખી નગર પાલિકા ને એક કોર્પરેટર સામે અપહરણ ની ફરિયાદ નોંધાઈ જેમાં પાલિકા કોર્પરેટર અને તેના સાગીરતો ભેગા મળી એક યુવાન ને પોતાની કાર માં બેસાડી દમણ લઈ જઈ ઢોરમાર મર્યો હતો , જે બનાવ માં અધમરો થઈ ગયેલ યુવાન તેના પરિવાર સાથે વાપી ટાઉન પોલીસ મથક પર ફરિયાદ નોંધવા જતા ટાઉન પોલીસ ના જવાનો ખાખી વર્દી નો રોપ દેખાડી મારખાનાર યુવાન ને પોલીસ મથક માંથી કાઢી મૂકી ફરિયાદ લીધી ન હતી જાણે પાલિકા કોર્પરેટર ના ખોળે ટાઉન પોલીસ બેસી ગઈ હોય તેવું દેખાય આવે છે
પ્રાપ્ત થતી વિગતોનુસાર વાપી ખાતે રહેતા શુભમ યાદવ નામના યુવાન ગત રોજ બપોરના એક કલાકે વાપી ટાઉન પોલીસ મથક નજીક ના એ.ટી.એમ માં પૈસા ઉપાડવા ગયો હતો બાદ માં તે રામુ ફૂડ કોર્નર ખાતે સેન્ડવીચ ખાવા ગયો દરમ્યાન તેને પાલિકા કોર્પરેટર દિલીપ યાદવ અને તેના અન્ય સગીરતો જેમાં પપુ કાલીયા,સંજય શોભા,ગોરખનાથ યાદવ તથા અન્ય બે મિત્રો ભાગ મળી તેને પ્રથમ તો ત્યાં ઢોર માર મારી બાદમાં તેને બરજબરી પૂર્વક કર માં બેસાડી દમણ ખાતે લઇ જઈ ત્યાં તેને જબરજસ્તી દારૂ પીવડાવી બાદમાં ફરી તેને લોખંડ ના રોડ અને લાકડા ના ફાટક વડે મારમારવામાં આવતા શુભમ બેહોશ થઇ ગયો હતો.
જ્યાં તેને મોડીરાત્રે તમામ અપહરણ કર્તા તેની કાર માં બેસાડી શુભમ ના ઘર બહાર ફેંકી ગયા હતા જ્યાં શુભમ માં પરિવાર ભેગા મળી પ્રથમ તો વાપી ટાઉન પોલીસ મથક માં ફરિયાદ નોંધવા ગયાંહતાં જ્યાંટાઉન પોલીસ મથક ના પોલીસ જવાનો શુભમ ના પરિવાર સાથે દાદાગિરી કરી બહાર કાઢી મુક્યા હતા બાદમાં શુભમ ના પરિવાર વલસાડ સી.ટી.પોલીસ મથક જઇ અરજી પર વલસાડ સિવિલ હોસ્પિટલ માં સારવાર લીધી હતી બાદ માં ઘટનાની જાણ ઉચ્ચ અધિકારી સુધીં પોહ્ચ્તા 12કલાક ના સમય બાદ વાપી પોલીસે અપહરણ ની ફરિયાદ નોંધવાની તસ્દી લીધી હતી ,ઘટના અંગે શુભમ ના પિતા ના જણાવ્યા મુજબ અગાવ પણ ચૂંટણી પેહલા તેમના પરિવર પર જીવલેણ હુમલો થઈ ચુક્યો છે છતાં સ્થાનિક પોલીસ જાણે પૈસા નો રોપ પર યોગ્ય તાપસ ન કરી જાણે પાલિકા કોર્પેટર ના ખોળે બેસી ગઈ હોય તેવું પ્રતીક થઇ રહ્યું છે ત્યારે જિલ્લા એસ.પી સાહેબ આ તરફ ધ્યાન આપી પીડિત પરિવાર ને ન્યાય અપાવે તેવી સમાજ માં માંગ ઉઠી છે