વલસાડના સેલવાસમાં નરોલીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થતા કંપનીના ત્રણ શ્રમિકોનાં ઘટના સ્થળે જ દુ:ખદ મોત થયા છે.
સુત્રો પાસેથી માહિતી પ્રમાણે સેલવાસની નરોલીના કનાડી ફાટક પાસે આવેલી ક્રિષ્ના સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે ત્રણ મજૂરનાં મોત તેમજ અન્ય મજૂરો ઘાયલ થયા હતા. તો અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કનાડી ફાટક નજીક આવેલા ક્રિષ્ના સ્ટીલ કંપની છે.
સ્ટીલ બનાવતી આ કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.