દમણ તા.2 : કોઈ પણ કાયદો સામાન્ય માણસ માટે હોય છે તે વલસાડ ના દબંગ પોલીસ કોન્સ્ટેબલ હિરેન રાઠોડે યોગ્ય રીતે આજે પુરવાર કરી દીધો છે.થોડા સમય પેહલા વલસાડ ના ભીમપુરા પાસે 2 કાર વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો.સદનસીબે તેમાં કોઈ ને ગંભીર ઇજા નહોતી પહોંચી વાત નોંધનીય એ છે કે કાયદા નુ પાલન કરવાનાર પોલીસ અધિકારી દમણ થી પરત ફરી રહ્યા હતા.
સમગ્ર મામલા પર નજર નાખીયે તો ભીમપોર કોસ્ટલ હાઇવે પર ગત 17 જાન્યુઆરી ના રોજ બે કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં એક કાર સ્કોર્પિઓ જીજે-15-9857 નંબર ની હતી તેમાં પોલીસ કોન્સ્ટેબલે હતા ત્યારે બીજી તરફ મનપસંદ રેસ્ટોરન્ટ ના મલિક ભુપેન્દ્ર ભાઈ ઝવેરભાઈ હતા.કાર ના અકસ્માત પછી બંને કાર માલિકો વચ્ચે નુકસાન ની ભરપાઈ ના ખર્ચ ને લઇ સમાધાન થયું હતું.પરંતુ મામલો ત્યારે ગરમાયો જયારે દબંગ પોલીસ કોન્સ્ટેબલ હિરેન રાઠોડ એ ભુપેન્દ્ર ભાઈ ની કાર ના સમારકામ માટે પૈસા આપવાના સમયે હાથ ઉંચા કરી લીધા.
ભુપેન્દ્ર ભાઈ ને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક પણ રૂપિયો ના મળવાની આશા વ્યક્ત થતા તેમણે દમણ પોલીસ મથકે વલસાડ ના પોલીસ કર્મી સામે ઘુનો નોંધાવ્યો હતો.મહત્વની વાત એ છે કે પોલીસ કર્મી કયા કામ અર્થે દમણ ગયા હતા તે વાતે ઘણું જોર પકડ્યું છે.
- પોલીસ કર્મી હિરેન રાઠોડ ની સફેદ કલર ની સ્કોર્પિયો કાર પર કાળી ફિલ્મ.
હિરેન રાઠોડ ને આના પેહલા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- જો તેમના કાર્યકાળ વિષે વાત કરવામાં આવે તો હિરેન રાઠોડ અગાઉ દારૂ ના કેસ માં એક વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
- જેના બાદ તેમને વલસાડ પોલીસ હેડકવટર ખાતે મુકાયા હતા હાલ તે હેડકવટર માં ફરજ બજાવે છે.
જો દારૂબંધી ના કાયદા ના ભંગ વિષે વાત કરવામાં આવે તો તે કઈ નવી વાત નથી કેમકે હાલ અંધેરી નગરી અને ગંડુ રાજા વાળી સ્થિતિ ગુજરાત માં છે.અવારનવાર દારૂ ની હેરાફેરી ના કેસ માં પોલીસ ની સંડોવણી બહાર આવતી હોય છે.તેનાથી સહુ કોઈ વાકેફ છે એક કાર્યક્રમ દરમિયાન વલસાડ માં ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી નું સ્વાગત પણ બુટલેગર દ્વારા કરવામાં આવ્યું હતું.અને થોડા સમય પછી પોલીસ જાણે મુખ્યમંત્રી ને વહાલા થવા માંગતા હોય તેમ બુટલેગર ને પકડી જેલ માં ધકેલ્યો હતો.
હિરેન રાઠોડ દમણ શા કામ અર્થે ગયા હતા અને દમણ સાથે ના કોઈ વાંધાજનક તાર જોડાયેલા છે.તો તેમાં કોઈ નવાઈ પામવાની વાત નથી કેમકે પોલીસ કાયદા ને અનુસરે ક્યારે છે.