સમૂહ લગ્નો તો ઘણી એનજીઓ દ્વારા થાય છે પરંતુ પોતાના સમાજ ને મર્યાદિત નહીં રાખી અન્ય સમાજ ની દીકરીઓ ને ધ્યાને રાખી વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ અને ધારાસભ્ય દ્વારા સર્વજ્ઞાતિય સમુહલગ્ન-2017નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જે ખરેખર અનોખી વાત છે,આગામી 21 મે 2017ના રોજ યોજનાર આ સમુહલગ્ન કાર્યક્રમમાં આ વર્ષે 151 યુગલ પ્રભુતા માં પગલાં માંડશે.
વલસાડ તિથલ રોડ કોળી પટેલ સમાજની વાડીમાં યોજાયેલી પત્રકાર પરિષદ માં પત્રકારો ને સંબોધતા ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું કે,આજના મોંઘવારીના સમયમાં અાર્થિક સંકળામણમાં લગ્ન કરાવવાનું માતાપિતા માટે અઘરું બને છે.આ સંજોગોમાં કોળી પટેલ સમાજ,વિવિઘ સમાજના અગ્રણીઓ અને સહયોગી દાતાઓ સાથે મળીને ધમડાચીના વૈષ્ણોદેવી મંદિર ખાતે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન 21 મે ના રોજ નક્કી કરાયું છે.
જેમાં 151થી વધુ યુગલ લગ્નગ્રંથિથી જોડાશે.30 હજારથી વધુ લોકો તેમાં ભાગ લેશે.કરિયાવરમાં રૂ.22 હજાર સુધીની જીવનજરૂરી વસ્તુઓ અપાશે.આ સમુહલગ્ન કાર્યક્રમમાં માત્ર આર્થિક નબળા જ નહી પરંતુ જે લોકો લગ્નપ્રસંગે ખોટો ખર્ચ કરવાથી દૂર રહે છે તેઓ પણ સમાજમાં ઉદાહરણ પુરૂં પાડવા ભાગ લે છે.ધમડાચી સમિતિના અગ્રણી અને તા.પં.પ્રમુખ પ્રવિણ પટેલે જણાવ્યું કે,આ વખતે મોટાપાયે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન ખૂબ સારી રીતે પાર પડાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે.આ વર્ષે પણ તેને સફળ બનાવાશે.ઉપપ્રમુખ શશી પટેલ સહિત અન્ય સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.