પ્રદૂષણ મામલે ગાજેલી શ્રીશોલ કંપની દ્વારા નિયમો વિરૂધ્ધ બાંધકામની પણ ઉઠેલી ફરીયાદો
વલસાડ નજીક નેશનલ હાઇવે નં.૮ ઉપર આવેલી શ્રીશોલ કંપની હાલમાં પ્રદૂષણ મામલે ચર્ચાનો વિષય બની ગઇ છે ત્યારે આ કંપનીનું બાંધકામ પણ નિયમો વિરૂધ્ધનું હોવા અંગે વાતો બહાર આવી રહી છે પ્રદૂષણ ફેલાવતી શ્રીશોલ કંપની સામે ઉઠેલી ફરીયાદો સામે તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાયું નથી ત્યારે વધુ એક પ્રકરણ સામે આવતાં બુધ્ધી જીવી વર્ગમાં દેશમાં વધતા જતા ભ્રષ્ટાચાર મામલે ચિંતાનો વિષય બન્યો છે હાલમાં કંઇ કેટલાય કીસ્સામાં માત્ર ગરીબો અને મધ્યમવર્ગને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર દિનપ્રતિ દિન મજબૂત થઇ રહ્યું છે અને પૈસા ખરચી શકતા અમીર વર્ગને છાવરવામાં આવતા હોવાની છાપ મજબૂત બનવા પામી છે. બહાર આવેલા અહેવાલો પ્રમાણે શ્રીશોલ કંપનીના બાંધકામમાં કોમન પ્લોટ પાર્કીગ તેમજ તેના નિયમોનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોવાનું દર્શાવાય છે પોલ્યુશન કેમિકલઝોનના નિયમો પણ વર્ષ ૨૦૧૧ થી કંપની શરૂ થઇ ત્યારથી જળવાયા નહીં હોવાનું કહેવાય છે ઉપરાંત કંપનીના મુખ્ય દરવાજાની કમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન પણ નેશનલ હાઇવેના માર્જીગમાં ગેરકાયદે રીતે ઉભી કરી દેવામાં આવી છે તથા ફાયર સેફટીના નિયમોની પણ ઐસી તૈસી કરાતા કામદારો માટે જાખમ ઉભુ થયું છે નહેર વિભાગની પેટા નહેર ઉપર પણ કબ્જા જમાવાયો હોવાની વાત છે ત્યારે ગેરકાયદે અને નિયમો વિરૂધ્ધ ચાલતી શ્રીશોલ કંપની વિરૂધ્ધ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પર્યાવરણ માટે નુકશાનકર્તા બનેલી આ કંપની સામે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે તંત્ર વાહકો જાગે તે જરૂરી છે.