સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રોજે કેટલાએ લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે. સરકાર દ્વારા સ્લોગન મુકીને લોકોને અવેર કરવામાં આવે છે પણ લોકોની બેદરકારી અને રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અકસ્માતનો ભોગ લોકો બનતા હોય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના વલસાડના પાવર હાઉસ વિસ્તારમાં બની છે, જેમાં એક જ પરિવારના બે પિતરાઈભાઈના મોત નિપજ્યા છે.
વલસાડ ના પાવર હાઉસ વિસ્તારમાં એક બેકાબુ બનેલી ટ્રકે એક સ્કૂટરને ટક્કર મારતા બે યુવાનના ઘટના સ્થળ પર જ મોત થયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. સ્કૂટરને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પટેલ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈ એકજ સ્કૂટર પર સવાર થઈ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટ્રકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે ત્રણ ભાઇઓ પૈકી બેના ઘટના સ્થળ પર મોત જ કરુણ મોત થયા હતા. તો એક ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસ હાલ ટ્રક ચાલકની તપાસ કરી રહી છે.