ગુજરાત હવે રેપનું કેન્દ્ર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. એક પછી એક રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજ રોજ વલસાડના મોગરાવાડી વિસ્તાર માં પાંચ વર્ષની નાની બાળકી પર ધોળે દિવસે પડોશ માં રેહતા એક પરપ્રાંતીય ઈસમે બળાત્કાર કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એક જાગૃત મહિલા ની સરકતા ને લીધે આ હવશખોર ઈસમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વલસાડ ના મોગરાવાડી વિસ્તાર માં આવેલી હીરા ફેકટરી ની પાછળ એક ચાલી માં રેહતી પાંચ વર્ષની નાની બાળકી ગતરોજ બપોરે ૧:૦૦ વાગ્યા ના સુમારે તેના ઘર નજીક આવેલા શૌચાલય માં ગઈ હતી. તે સમયગાળામાં તેના ઘર નજીક રેહતો આલોક મિશ્રા એ બાળકી ની એકલતા નો લાભ લઇ તેનું મોઢું દબાવી શૌચાલયમાંજ બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીએ બૂમો પાડતા તેના ઘર નજીક રેહતી સરોજ બેન દંતાણી દોડી આવ્યા હતા. અને આ હવસખોર ઈસમને ઝડપી પાડયો હતો. અને માસુમ બાળકીને સારવાર માટે વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.