વલસાડમાં દિનપ્રતિદિન કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે ત્યારે બીજી તરફ કોરોનામાં પણ લોકડાઉનમાં અપયેલી છૂટછાટનો કેટલાક બેફામ દુરુપયોગ કરી રોગચાળાને વકરવા માટે મોકળું મેદાન આપી રહ્યા છે.
વલસાડ ના ગુંદલાવ સ્થિત ઉજવલ નગર માં બંધાઈ રહેલા શિવ કોમ્પ્લેક્સ ના બાંધકામ દરમ્યાન ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા અહીં કામ કરતા મજૂરો ના મોઢા ઉપર માસ્ક કે હાથ ઉપર ગ્લોવસ જોવા મળ્યા ન હતા અને સરકાર ની ગાઈડલાઇન મુજબ કોઈ નિયમો પાળવામાં આવ્યા ન હતા , કોરોના ના માહોલ માં કેટલીક શરતો ને આધીન છૂટછાટ આપવામાં આવી છે પરંતુ અહીં બિલ્ડર દ્વારા નિયમો ની ઐસીતૈસી કરવમાં આવી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.ત્યારે વલસાડ નું વહીવટી તંત્ર હવે શું પગલાં ભરે છે તે જોવાનું રહે છે.
હાલ વલસાડ જિલ્લા માં અત્યાર સુધી 47 જેટલા કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે અને સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે ત્યારે આ રીતે જો બેદરકારી રાખવામાં આવશે તો આ રોગ વધુ વકરે તેવી સ્થિતિ છે તેવે સમયે નિયમો નું ઉલ્લંઘન કરતા તત્વો સામે તંત્ર પગલાં ભરે તેવી સમય ની માંગ છે.