વલસીડમાં આજ રોજ એક કાર ભડકે બળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વલસાડના ના અતુલ ફાટક પાસે એક કાર વેન ભડભડ સળગી ઉઠયાની ઘટના બની છે. ઉભેલી કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. કાર સીએનજી કીટ ધરાવતી હતી અને આગ એટલી જબરદસ્ત હતીકે કાર થોડીજ વારમાં સંપૂર્ણ રીતે આગમાં લપેટાઇ ગઇ હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. જોકે આગ ને કારણે કોઇ જાનહાની થઇ નથી અને ફાયર ફાઇટર એ સ્થળ પર પહોંચી આગ ને કાબુ માં લીધી.
