ખૂબ જ નીચી ટકાવારીવાળું રીઝલ્ટ જાઇ કે કોઇ આપઘાત કરે તેવી શકયતા સાથે જીલ્લા કલેકટરને રીઝલ્ટ મામલે રજૂઆત
રીઝલ્ટ સાચુ છે કે ખોટુ તે તપાસ કરી વોટસએપ ઉપર વાયરલ કરનાર સામે કડક પગલાં ભરવાની થયેલી માંગ
વલસાડ શહેરમાં વોટસએપ ઉપર જાહેર થયેલા એલ.એલ.બી ના ટી.વાયના રીઝલ્ટને લઇને ભારે હોબાળો થવા પામ્યો છે અને આ પરીણામ સાચુ છે કે ખોટું તે અંગે તાત્કાલિક જાણી નહી શકાતા આખરે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાયદા વિભાગના ડીનને ઉદ્દેશીને જીલ્લા કલેકટરને આ મામલે એક આવેદન પત્ર પાઠવીને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી જેમાં જણાવાયું હતુ કે અત્યંત નીચા આવેલાજણાતા આ પરીણામો જાઇને કોઇ ટેન્શનમાં આવી જઇને કોઇ નબળા મનનો વિદ્યાર્થીની આત્મહત્યા સુધીનું પગલું ભરી બેસે તેવી શકયતા વ્યક્ત થઇ રહી છે ત્યારે આ વાતની ગંભીરતા સમજી આવી રીતે વિદ્યાર્થીઓની લાગણીઓ અને જીંદગી સાથે રમત રમનાર કોઇ પણ હોય તેવા ટીખળી ખોર સામે પગલાં ભરવા માંગ થઇ છે બીજુ કે જા આ રીઝલ્ટ સાચુ છે કે કેમ તે અંગે પણ ખરાઇ કરવા માટે ડીનને રજૂઆત થઇ છે ત્યારે વોટસએપ ઉપર આ રીતે પરીણામ કોણે ડીકલેર કર્યું તે અંગે અનેક અટકળો વહેતી થઇ છે.