પારડી જાન્યુઆરી તા.30 : પારડી તાલુકા ના ગુજરાત કલસર પોલીસ ચેક પોસ્ટ પાસેથી પારડી પોલીસ વાહન ચેકીંગ દરમિયાન શનિ અને રવિવાર ના રોજ દારૂ ભરી ને જતા મોપેડ ખેપીયા ચાલક તેમજ દારૂ નો નશો દમણ થી કરીને આવનાર ઈસમો ને પારડી પોલીસે ઝડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
જેમાં એક પારડી ના કંસારવાડ માં રહેતા સિદ્ધાર્થ જગદીશ કંસારા પોતાના કબ્જેની સી.બી.ઝેડ મોટર સાઇકલ નં.ડીડી -03-જી -5039 પર એક બેગ માં 2 ઇંગલિશ દારૂ ની બોટલ રૂ.400 અને ગાડી ની રૂ. 20 હજાર નો મુદ્દા માલ સાથે ઝડપાયો હતો તેમજ દમણ – ભીમપોર બ્રાહ્મણ ફળીયા માં રહેતા સંતોષ રમેશ હળપતિ અને વિપુલ દિનેશ હળપતિ ને મોપેડ પર દારૂ પીધેલ હાલત માં બંને પકડાઈ ગયા હતા તેમજ પારડી ના સારણ ખાડી પાસે એક્સેસ હોન્ડા મોપેડ નં જી જે -15 -એ કે – 5644 પર દારૂ ની બોટલ નંગ 208 જેની કિંમત રૂ.16 હજાર સાથે આરોપી પ્રકાશ અજિત નારણ ઉર્ફે ઓમ રહે કલસર ફરાર થઈ ગયો હતો.પારડી હાઇવે પારનદી ચંદ્રપુર પાસે એક વગર નંબર ની મોપેડ સાથે વલસાડ મોગરા વળી નો યુવાન દારૂ નીબોટલ 480 નંગ જેની કિંમત રૂ. 27 હજાર સાથે પારડી પોલીસ મથક ના પી.એસ.આઈ.પરેશ નાઈ ની ટિમ એ ઝડપી પડ્યા હતો.તમામ આરોપી ને બીટના જમાદાર દિલીપભાઈ , તુલસી પ્રસાદ , લક્ષ્મણ કુબેર ,રમેશભાઈ , અને મુરલી ભાઈ ચૌહાણ નાઓ એ ન્યાયાધીશ ના નિવાસ સ્થાને રજુ કરવામાં આવ્યા હતા અને વધુ તાપસ પોલીસે હાથ ધરી છે.