પારડી નજીક આવેલ કોટલાવ ગામે બુધવારની સાંજે કોટલાવ મંદિર ફળીયા , ધોડિયાવાડ અને કોળીવાડ મળી ત્રણ વિવિધ રસ્તાનું ખાન મુર્હત રૂ.4 લાખના આશરે ખર્ચથી ગામના સરપંચ મોહનભાઇ પટેલ , પારડી તાલુકા પંચાયત ના સભ્ય રાજેશ પટેલ ,અને પારડી તાલુકા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ કોટલાવ પંચાયત ના સભ્ય હર્ષભાઈ ભગવાનજી પટેલ ,ગામના મહિલા ,યુવાનો , વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવા રસ્તા જે બનાવવામાં આવી રહ્યા છે જેની ગ્રાન્ટ વલસાડ – ડાંગ ના સાંસદ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ અને કોટલાવ ગ્રામપંચાયત ના સભંડોળ ના ખર્ચે રસ્તા બનાવવામાં સહયોગ રહ્યો છે.
તેમજ કોટલાવ ગામના જે કાઈ બાકી રહેલા કામો તેને પણ પ્રાધાન્ય આપવામાં આવશે રસ્તા માટે ફાળવી આપેલ ગ્રાન્ટને લઇ સરપંચ – સભ્યો કોટલાવ ગામ હર્ષદભાઈ પટેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોન્ટ્રાક્ટર નું આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતું રસ્તાનું કામ ત્રણ માસમાં થઇ જશે હોવાનું સરપંચ મોહનભાઇ પટેલે જણાવ્યું હતું .