લોકડાઉન પહેલા વલસાડ શહેર છોડીને બહાર ગયા બાદ આજે વલસાડ આવ્યો છું ત્યારે મને એમ હતું કે કોરોના વાઇરસ થી લોકોને એટલો ડર હતો કે મને એમ થયું કે હવે બધા તોડ કરતા સુધારી ગયા હશે. પરંતુ વલસાડમાં તો લોકો એવા તે એવા જ . લોકોડાઉન માં પણ ભીલાડ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતી ગાડીઓને ૨ હજારથી પાંચ,દશ હજાર રૂપિયા લઇ વગર ચેકીંગે જવા દેતા ?
પછી હાલે વાપીમાં એક કોન્સ્ટેબલે નવી મારુતિની બે બ્રિઝા કાર ઉતારી ? હવે એ બે કારમાં શું કરહે તે જોવાનું રહ્યું ?
ગુજરાત રાજ્યમાં દારૂબંધી અને વલસાડ જિલ્લાની બોર્ડરો ત્રણ વિભાગ કે જ્યાં બિલકુલ છૂટથી દારૂ મળે છે તેવા દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર માંથી દારૂની હેરાફેરી નિયમિત થાય છે. હાલેજ ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને દારૂ ભરેલી કાર ખૂબ જ ગફલતભરી હંકારી બે મોટર સાઇકલ ચાર વ્યક્તિઓને ઉડાવતા બે કાકા,ભત્રીજાનું સ્થળ પર જ મૃત્ય થયું હતું. જે ખરેખર ખૂબ જ ગંભીર છે. બુટલેગરો તો દારૂભરીને ભાગતા હતાં. હવે પોલીસો પણ દારૂની ગાડી ભરીને ભાગે છે. અને તેમાં જે કોઈ રસ્તે જતાનો કાળ ભમતો હોય તે રામ શરણ થાય છે.વલસાડ ડી.એસ.પી.એ આ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કર્યો છે.પરંતુ આ પોલીસ કોન્સ્ટેબલ પર સદોષ મનુષ્ય વધથી ૩૦૪(એ) આઈ. પી.સી. લગાવી એફ. આઇ.આર. નોંધાય તો જ આ પ્રકારની પ્રવૃત્તિ ઓ પર અંકુશ આવી શકે. બોલતા બોલતા મનુકાકા થાકી ગયા. વધુ આવતી કાલે…