વડોદરાથી સાઉદી અરેબિયાના મક્કા શરીફમાં ઉમરાહ કરવા ગયેલા સૈયદ પિતા-પુત્રની સાઉદી પોલીસે ધરપકડ કરી છે. પિતા-પુત્ર પૈકી પુત્રને મૂક્ત કરવામાં આવ્યો છે જ્યારે પિતાને છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિગતો મુજબ વડોદરાના ઈમ્તીયાઝ સૈયદ અને તેમનો પુત્ર ઉઝૈર મક્કા ખાતે ઉમરાહ કરવા ગયા છે અને તેમણે કાબાની સાથે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ જોડે ફોટો પડાવ્યો હતો. ધ્વજ સાથે ફોટો પાડવામાં આવતા સિક્યોરોટીએ બન્નેને અટકાવ્યા હતા અને તરત જ કસ્ટડીમાં લઈ લીધા હતા. આ અંગે ઝુબેર ગોપલાણીએ ટવિટ કરી પીએમઓ અને વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે. પોલીસે ઈમ્તીયાઝ સૈયદના પુત્ર ઉઝૈરને મૂક્ત કર્યો હતો પરંતુ ઈમ્તીયાઝને હજુ પણ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ઉઝૈર દ્વારા પિતાને મૂક્ત કરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.