વડોદરાઃ વોડદરા શહેરમાં સોની પરિવારના સામૂહિક આપઘાતે સમગ્ર શહેરમાં ચકરાચ મચાવી લીધી હતી. ત્યારે શહેરમાં વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. આ ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક 25 વર્ષની યુવતીએ પોતાની બહેનપણીના ઘરે ગળેફાંસો ખાઇ લીધો છે. આ યુવતીએ નિર્વસ્ત્ર હાલતમાં આપઘાત કર્યો છે.
યુવતીએ સીઆઈએસએફના જવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને પતિ, બહેનપણી અને પરિવારની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં હજી આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, યુવતી પહેલા શહેરના ઇલોરાપાર્કમાં આવેલા એક મોલમાં કામ કરતી હતી. ત્યાં તેને રાહુલ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ આ યુવકને સી.આઇ.એસ.એફ.માં નોકરી મળી ગઇ હતી. જેથી તેને મોલની નોકરી છોડી દીધી હતી. જે બાદ રાહુલે અન્ય યુવતી સાથે લગ્ન કરી દીધા અને તેના થકી તેમને બે સંતાનો પણ છે.
થોડા દિવસ પહેલા યુવતી અને રાહુલનો ફરીથી એકબીજા સાથે સંપર્ક થયો હતો અને ફરીથી પ્રેમ સંબંધ બંધાયો હતો. સપ્ટેમ્બર 2020માં યુવતી રાહુલ સાથે દિલ્હી રેહવા જતી રહી હતી. યુવતીના પરિવારમાં આ અંગેનો વિરોધ પણ હતો. દિલ્હી જઇને બંનેએ ફરીથી લગ્ન કરી લીધા.
થોડા દિવસો પહેલા જ રાહુલ યુવતીને લઇને રજા લઇને દાહોદ પોતાના વતનમાં આવ્યો હતો. જે બાદ તેઓ વડોદરામાં ખરીદી કરવા વડોદરા આવ્યા હતા. યુવતી અને રાહુલ તેની માંજલપુર દરબાર ચોકડી વૈકુંઠધામ ફ્લેટમાં રહેતી બહેનપણી યોગિતાના ઘરે રહેતા હતા. યોગિતા નોકરી પર ગઇ હતી. બપોરે યુવતી રાહુલ સાથે ખરીદી કરવા માટે ગઇ હતી. બંને ખરીદી કરીને જમવાનુ લઇને ઘરે પરત આવ્યા હતા.