વડોદરામાં કોરોનાની દહેશત વચ્ચે મહાદેવની આરાધના કરવાના પાવન શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી શિવાલયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને શ્રધ્ધાળુઓએ શિવજીની પૂજા અર્ચના કરી હતી. વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. વડોદરાના હરણી રોડ પર આવેલા મોટનાથ મહાદેવ શિવજીને સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા દૂધનો અભિષેક કરાયો હતો. વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટેના નિયમો બદલવામાં આવ્યા છે. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોને સેનેટાઈઝ ટનલમાંથી ફરજિયાત પસાર થવુ પડે છે. મંદિરમાં જળ, દૂધ, બીલીપત્ર ચડાવવા પર રોક લગાવવામાં આવી છે. મંદિરમાં પ્રસાદ પણ આપવામાં આવતો નથી અને મંદિરમાંથી ઘંટ પણ હટાવી દેવામાં આવ્યા છે.