ચારેય શહેરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા સરકારની સૂચના
ગાંધીનગર — રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસનું વધતુંજતું સંક્રમણ જોતાં રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારી અને સોશ્યિલ ડિસ્ટન્સીંગનીજાળવણીનો ચુસ્ત અમલ કરવો જરૂરી છે અને એ માટે નાગરિકોએ પણ પૂરતો સહયોગઆપવાનો રહેશે. આ માટે પોલીસતંત્રને કડક અમલ કરાવવા સૂચના આપી દેવાઈ છે.
લોકડાઉનના કડક અમલ અંગે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની વિગતોમીડિયાને આપતાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણનેઅટકાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકડાઉનનો વધુ કડક અમલ કરવા સુચના આપીછે તે મુજબ ચારેય મહાનગરોમાં વધુ ચુસ્ત અમલ થાય તે માટે પોલીસકર્મીઓને યોગ્ય દિશા–નિર્દેશો આપી દેવાયા છે એટલે નાગરિકોએ પણ પૂરતી કાળજી અને સંયમ રાખીને પોલીસસાથે ખોટા સંઘર્ષમાં ન ઉતરવું, આવું બનશે તો તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે.
પોલીસ લોકડાઉનના ચુસ્ત અમલ માટે જરૂરી કાર્યવાહી કરી રહી છે તેમાં નાગરિકો પૂરતોસહયોગ આપે. મહાનગરોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરવાનગી વગરનાવાહનો લઈને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે નાગરિકોએકારણ વગર ઘરની બહાર ન ફરવું. ટુ–વ્હીલર પર પણ એક કરતાં વધુ સવારી ન કરવા માટે પણવાહનચાલકોને અપીલ છે.
મુખ્ય રોડ પર પેટ્રોલિંગની સાથે–સાથે સોસાયટીઓ અને મહોલ્લાઓને જોડતાં અંદરના માર્ગોપર પણ સઘન અને વધુ પેટ્રોલિંગ કરવા સુચનાઓ આપી દેવાઈ છે, એજ રીતે શહેરોમાંકોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસનું આ સંક્રમણશહેરથી ગામડામાં ન પ્રસરે એ માટે ગ્રામ્ય સ્તરે પણ લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરવા માટેસરપંચો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાશે.
નગરોમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી સર્વેલન્સથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોનસર્વેલન્સના ફૂટેજના આધારે ગઈકાલે 335 ગુના સહિત આજદિન સુધી 3648 ગુના નોંધીને4385 આરોપીની અટકાયત કરાઈ છે. એવી જ રીતે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 55 ગુના નોંધીને 105 વ્યક્તિની અટક સાથે આજ સુધીમાં 243 ગુના નોંધીને 505 આરોપીનીધરપકડ કરાઈ છે. લોકડાઉન સંદર્ભે સોશિયલ મિડીયામાં અફવાઓ ફેલાવવા સંબંધી પણગઈકાલે 12 ગુન્હા નોંધ્યા છે અને આજ સુધી 113 ગુનાઓ નોંધી 198 આરોપીની ધરપકડકરાઈ છે.
કોરોના પોઝીટીવમાંથી જરૂરી તબીબી સારવાર લઈને સાજા થઈ તથા હોમ કવોરન્ટાઈનમાંથીમુક્ત થઈ સમાજમાં પરત ફરતા નાગરિકો તેમજ તબીબી સેવાઓ સાથે સંકળાયેલ તબીબોઅને મેડીકલ–પેરા મેડીકલ સ્ટાફ સાથે ભેદભાવભર્યું વર્તન ન કરવા અપીલ કરતા શ્રી ઝાએઆવા તત્વો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.