વડોદરાઃ અત્યારે લવજેહાદનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાત સરકાર પણ વિધાનસભામાં બજેટ સત્રમાં લવજેહાદને લઈને પ્રસ્તાવ મુકવાની તૈયારી કરી રહી છે. ત્યારે વડોદારમાં ઘરેલું હિંસાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક સાથે પ્રેમ થયાબાદ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન બાદ મુસ્લિમ યુવક પોતાની હિન્દુ યુવતીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માટે દબાણ કરવાનું શરું કર્યું હતું. જોક પત્નીને મંજૂર ન હોવાથી આખરે કંટાળીને પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી નર્મદા નિગમ કોલોનીની હિન્દુ યુવતીએ મુસ્લિમ પતિ સામે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003ની કલમ 4 હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ દિશામાં કાર્યવાહી શરુ કરી છે.
મળતી વિગતો પ્રમાણે હિન્દુ પરિવારની એમએસ યુનિવર્સિટી કૉલેજના બીજા વર્ષમાં ભણતી હિન્દુ છોકરીએ 18 જુલાઈ 2018માં નિઝામપુરાના કુંભારવાડામાં રહેતા મુસ્લિમ યુવક તૌસીફ કિરણભાઈ રાણા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ચાર મહિના પછી છોકરી પર પતિ દ્વારા ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ શરુ કરવામાં આવ્યું હતું.
આ પછી તૌસીફે હિન્દુ યુવતી સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ રજીસ્ટર્ડ મેરેજ કર્યા બાદ તે બન્ને 16 જૂન 2019થી સાથે રહેતા થયા હતા. યુવતી તૌસીફ સાથે વડોદરાના સાવલી તાલુકામાં આવેલા ટુંડાવમાં રહેવા માટે ગયા હતા, અહીં તૌસીફના ભાઈનું ઘર હતું. 4 મહિના પછી તેઓ ફરી નિઝામપુરા વિસ્તારના કુંભારવાડામાં રહેવા માટે આવી ગયા હતા. બસ લગ્નને આટલો સમય થયા પછી તૌસીફે યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે દબાણ કરવાનું શરુ કર્યું.
હિન્દુ યુવતીને પોતાનો ધર્મ પરિવર્તન કરવાની ઈચ્છા ના હોવાથી આ અંગે તેણે તૌફીકને ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે, તૌસીફે દબાણ કર્યા પછી પણ પત્ની ધર્મ પરિવર્તન કરવા તૈયાર ના થયા તેને ત્રાસ આપીને મારઝૂડ કરવાનું શરુ કર્યું હતું.
હિન્દુ યુવતી પર પતિ તૌસીફ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતા હોવાથી તે 28 ઓક્ટોબર 2020ના દિવસે પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી. આખરે યુવતીએ પોતાના પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે.