વડોદરા તા.2 : ચકચારીત એવા યૌનશોષણ ના આરોપ થી ફેમસ થયેલી પારુલ યુનિવર્સીટી માં થોડા સમય થી આઇટી ની ટિમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.બે દિવસ પેહલા આઇટી ની ટિમ દ્વારા પારુલ યુનિવર્સીટી માં સર્વે હાથ ધરાયો હતો જેના બાદ છેવટે ટિમ ને એક મોટી સફળતા હાથ લાગી ગઈ છે.પારુલ યુનિવર્સીટી ના હાલ ના ટ્રસ્ટી પારુલ પટેલ એ બેનામી એવી 20 કરોડ ની બેનામી સંપત્તિ ની કબૂલાત કરી છે.
મળતી માહિતી અનુસાર તપાસ ટિમ ને સર્વ દરમિયાન વાંધાજનક દસ્તાવેજ હાર્થ લાગ્યા હતા જેને જપ્ત કરી ને ટિમ દ્વારા તપાસ ને આગળ ની દિશા માં લઇ જવામાં આવ્યો હતી.આઠ નવેમ્બર ની નોટબંધી બાદ દેશ ના વિવિધ ભાગો પર માલેતુજારો ના કાળાનાણાં ને ઝડપી પડાવા ના હેતુ થી આઇટી તેમજ ઇડી ની સઘન તપાસ ચાલી રહી છે.ઈન્ક્મ ટેક્સ ના અધિકારી ના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ કાળાનાણાં ને સફેદ કરવામાં ના ખેલ પછી પારુલ યુનિવર્સીટી અમારા રડાર માં હતી.તેમને વધી માં જણાવ્યું હતું કે આઇટી ના 10 અધિકારી ને ટીમે સાથે મળી ને સર્વે હાથ ધર્યો હતો.જેમાં કોમ્યુપ્ટર ડેટા,દસ્તાવેજ અને હિસાબ ના ચોપડા ની ચોકસાઈ પૂર્વક તપાસ હાથ ધરવા માં આવી હતી.
સતત ત્રોણ દિવસ સુધી ચાલેલી તપાસ માં ગઈ કાલે ઇન્વેસ્ટિગેશન ની ટિમેં આજે પારુલ યુનિવર્સીટી માંથી વાંધાજનક દસ્તાવેજો ની સાથે પારુલ યુનિવર્સીટી ના ટ્રસ્ટી પારુલ પટેલ ના એકાઉન્ટ માંથી 20 કરોડ ની બેનામી આવક ઝડપી પાડી હતી.ઇન્વેસ્ટિગેશન વિંગ આવનાર સમય માં ઝડપાયેલી 20 કરોડ ની બેનામી આવક પર 200 ટકા સુધી નો ટેક્સ પાઠવી ને નોટીસ મોકલવા ની સાથે આવક વેરા વિભાગ ની ઓફિસ માં હાજર રેહવાનો હુકમ આપશે.