વડોદરા તા.6 : છેલ્લા ઘણા સમય થી એબીવીપી અને ડીયુ ના કાર્યકર્તા ની વચ્ચે ઘમાસાણ સર્જાયું છે.સાથે જ તેની અસર થોડા સમય પેહલા વડોદરા ની એમ.એસ યુનિવર્સિટી માં જોવા મળી હતી.જેમાં બંને જૂથ ના કાર્યકર્તા વચ્ચે છુટ્ટા હાથ ની મારામારી ના દ્રશ્યો સર્જાયા હતા.જે વડોદરા ની ગરિમા ને ખતરા માં મૂકે તેમ છે.વડોદરા નું બીજું નામ જ સંસ્કારી નગરી છે અને હવે તેમાંથી તે સ્માર્ટ સીટી તરફ આગે કૂચ કરી રહ્યું છે.જયારે સરસ્વતી ના મંદિર માં આ પ્રકાર ના કૃત્યો થાય છે.ત્યારે તે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય પર પણ અનેક સવાલો ઉભા કરે છે.જયારે આ પ્રકાર ના મુદ્દા ને રાજનીતિક રંગ ના ચડે અને વિદ્યાર્થીઓ એ તેમના ભવિષ્ય ને લઇ શું કરવું જોઈએ તેની માટે પૂર્વ ડેપ્યુટી મેયર શૈલેષ મેહતા (સોટ્ટા) એ સત્ય ડે સાથે એક ખાશ વાતચીત કરી હતી.જેમાં તેમને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ને લઇ સાથે જ એમ.એસ યુનિવર્સટી માં થયેલ ઘટના પર દુઃખ જતાવતા જણાવ્યું હતું કે “વડોદરા એક સંસ્કારી નગરી છે અને તેમને સંસ્કાર ના ભૂલવા જોઈએ,વડોદરા ની આજ યુનિવર્સટી એ મેયર ભરત ડાંગર અને ચિન્નમ ગાંધી જેવા મોટા નેતા આપ્યા છે.”
- વિદ્યાર્થીઓ મારી પાસે જો આ પ્રકાર ના મુદ્દા લઇ ને આવશે તો હું અવશ્ય મદદે આવીશ.
- થોડા સમય પેહલા વડોદરા ની એમ.એસ યુનિવર્સીટી માં થયેલા હોબાળા અને મારામારી વિષે જણાવ્યું હતું કે ‘ જો કોઈ પણ વિદ્યાર્થી યુનિવર્સીટી ની આ પ્રકાર ની સમસ્યા લઇને મારી પાસે આવશે તો હુ અવશ્ય પણે તેમની મદદ એ આવીશ અને વિદ્યાર્થીઓ એ એક જુટ થઇ ને આ પ્રકાર ની સમસ્યા નો નિકાલ કરવો જોઈએ.’
- જયારે હું એફ.આર હતો ત્યારે પોલીસ કેમ્પસ માં અલાઉડ નોહતી.
- એમ એસ યુનિવર્સીટી માં ઘર્ષણ ના દ્રશ્યો વારંવાર સર્જાય છે અને તે એટલી હદ સુધી વકરી જાય છે કે તેને કાબુ માં લેવા પોલીસ ને લાઠી ચાર્જ સુધી ની નોબત આવે છે ત્યારે તેમને આ સમસ્યા ને લઇ જણાવ્યું હતું કે જયારે ‘હું એફ.આર હતો ત્યારે પોલીસ કેમ્પસ માં અલાઉડ નોહતી અને જો પોલીસ કેમ્પસ માં આવી જાતી હતી ત્યારે અમે સાથે મળી ને તેનો વિરોધ નોંધાવતા હતા.હું વિદ્યાર્થીઓ માં એકતા જગાડવાનું કાર્ય કરતો ,મારા સમયે વિદ્યાર્થીઓ એક જુટ થઇ ને કોઈ પણ સમસ્યા નો નિકાલ લાવતા હતા.’
- વડોદરા એક સંસ્કારી નગરી છે અને તેમાં ગુલમહેર કૌર જેવી સ્થિતિ ને કોઈ સ્થાન નથી.
- એબીવીપી ના કાર્યકર્તા ઓ દ્વારા કરવામાં આવેલા કૃત્ય પછી દિલ્લી યુનિવર્સિટી ની ગુલમહેર કૌર સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર ચર્ચા નો વિષય બની છે.ગુલમહેર કૌર દિલ્લી યુનિવર્સિટી ની વિદ્યાર્થીની છે જ્યાં તેને એબીવીપી ના વિરોધ માં સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર એક ઝુમ્બેશ ચલાવી હતી ત્યાર બાદ ગુલમહેર ને એક મહિલા સંગઠન દ્વારા રેપ ની ધમકી મળી છે.જયારે આ પ્રકારની સ્થિતિ વિષે શૈલેષ મેહતા એ જણાવ્યું હતું કે ‘ વડોદરા માં આ પ્રકાર ની સ્થિતિ નું કોઈ સ્થાન નથી કેમકે આ નગરી સંસ્કારી છે.અને હું માનું છુ કે એબીવીપી જેવા સંગઠન ને રાજનીતિક બાબતો થી દૂર રાખવામાં આવેતો તે ઘણું સારું રહેશે.અને જયારે હું સત્ય બોલું છુ ત્યારે હું પક્ષ ની પરવાહ નથી કરતો.’ અહીં નોંધનીય છે કે આ પેહલી વખત નથી કે એમ.એસ યુનિવર્સીટી માં બે સંગઠન વચ્ચે ઘમાસાણ સર્જાયું હોય પરંતુ આજ યુનિવર્સિટી માંથી વડોદરા ને ઘણા મહત્વના નેતા પણ પ્રાપ્ત થયા છે.જેમાં ના એક શૈલેષ મેહતા પણ છે.