WhatsApp scam 2025: WhatsApp પર ફરી શરૂ થયું ખતરનાક કૌભાંડ, ફોટા કે વીડિયો ડાઉનલોડ કરતા જ ખાલી થઈ જશે તમારું બેંક ખાતું!
WhatsApp scam 2025 : આજકાલ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે WhatsApp, Telegram, Facebook અને Instagram પર યુઝર્સને ટારગેટ કરીને એક નવો અને ખતરનાક સ્કેમ ચાલી રહ્યો છે. યુઝર્સે જો ખોટી ક્લિક કરી તો સીધા તેમના બેંક એકાઉન્ટ સુધી હેકર્સ પહોંચી જાય છે. ફોટા કે વીડિયો ડાઉનલોડ કરવાનું સાવધાની વગરનું પગલું તમારા ફોનમાં વાઇરસ દાખલ કરી શકે છે, જેને કારણે તમારા પર્સનલ અને ફાઇનાન્સિયલ ડેટા હેક થવાની શકયતા વધી જાય છે.
DoT દ્વારા સાવધાન રહેવા માટે ચેતવણી:
ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા યુઝર્સને ચેતવવામાં આવ્યા છે કે ફોટા, વીડિયો કે કોઈપણ મલ્ટીમીડિયા ફાઇલ્સ, જે અજાણ્યા નંબરથી મોકલવામાં આવી હોય, તેને ડાઉનલોડ ન કરો. આવા ફાઇલ્સમાં ખતરનાક મેલવેર છુપાયેલું હોઈ શકે છે, જે તમારું બેંક ડેટા ચોરી શકે છે.
શું છે સ્ટેગનોગ્રાફી સ્કેમ?
આ પ્રકારના ફ્રોડ માટે હેકર્સ ‘સ્ટેગનોગ્રાફી’ ટેકનિકનો ઉપયોગ કરે છે, જેમાં ફોટા કે વીડિયોમાં વાઇરસ અથવા સ્પાયવેર છુપાવીને મોકલવામાં આવે છે. યુઝર્સ તેને સામાન્ય મેસેજ સમજીને ડાઉનલોડ કરે છે અને જાણ્યા વિના પોતાનું ડિવાઈસ હેકર્સના કબજામાં આપી દે છે.
આ રીતે બચી શકો છો સ્કેમથી:
WhatsApp, Telegram જેવી એપ્લિકેશનમાં ઓટો-ડાઉનલોડ ફિચર બંધ કરો.
અજાણ્યા નંબરથી આવેલ ફોટા કે વીડિયો ડાઉનલોડ ન કરો.
કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા પુષ્ટિ કરો કે તે સુરક્ષિત છે.
એન્ટી વાયરસ એપનો ઉપયોગ કરો અને ફોનને રેગ્યુલર સ્કેન કરો.
માત્ર કોલિંગ માટે નહિ – હવે સ્માર્ટફોન બનેલો છે ડિજિટલ લાઈફલાઈન:
જેમજ સ્માર્ટફોન હવે માત્ર વાતચીત પૂરતો સીમિત રહ્યો નથી – તે બેંકિંગ, યૂપીઆઇ, પર્સનલ ડોક્યુમેન્ટ્સથી લઈને તમામ માહિતીનો એક સેન્ટર બની ગયો છે. એટલેજ, હવે જો કોઈ તમારી ડિવાઇસની ઍક્સેસ મેળવી લે છે, તો તમારા ડિજિટલ જીવન પર મોટો ખતરો ઊભો થઈ શકે છે.
સાવચેત રહો, સુરક્ષિત રહો – આજે જ તમારા ફોનના સેટિંગ્સ ચેક કરો!