Tax Saving Schemes: ટેક્સ બચાવો અને વધુ કમાઓ: આ શ્રેષ્ઠ યોજનાઓમાં આજેજ રોકાણ કરો!
Tax Saving Schemes: નાણાકીય વર્ષ 2024-25 31 માર્ચે પૂરૂં થવા જઈ રહ્યું છે, અને નવા નાણાકીય વર્ષની શરૂઆત 1 એપ્રિલથી થશે. જો તમે ટેક્સ બચાવવા માટે યોગ્ય રોકાણ કરવા માંગતા હો, તો તમારે 31 માર્ચ પહેલાં નિર્ણય લેવો જરૂરી છે. આજે અમે તમને કેટલીક શ્રેષ્ઠ રોકાણ યોજનાઓ વિશે માહિતી આપીશું, જે ટેક્સ બચાવા ઉપરાંત સારું વળતર પણ આપે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજના
જો તમે લાંબા ગાળાના રોકાણની યોજના બનાવી રહ્યા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક ઉત્તમ વિકલ્પ છે. PPF હંમેશા રોકાણકારો માટે પ્રિય રહ્યું છે, કારણ કે તે EEE (Exempt-Exempt-Exempt) શ્રેણીમાં આવે છે, જેનો અર્થ છે કે મૂડીરાશિ, વ્યાજ અને પરિપક્તિ રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.
હાલનો વ્યાજ દર: 7.1% પ્રતિ વર્ષ
ન્યૂનતમ રોકાણ: રૂ. 500 પ્રતિ વર્ષ
મહત્તમ રોકાણ: રૂ. 1.5 લાખ પ્રતિ વર્ષ
લોકઅપ પિરિયડ: 15 વર્ષ (પછી 5-5 વર્ષ માટે વિસ્તૃત કરી શકાય)
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
દીકરીના ભવિષ્ય માટે ખાસ બનાવી આ યોજના પણ શ્રેષ્ઠ ટેક્સ બચાવ યોજના છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ સ્કીમ દીકરીના શિક્ષણ અને લગ્ન માટે સચોટ પસંદગી છે.
હાલનો વ્યાજ દર: 8.2% પ્રતિ વર્ષ
ન્યૂનતમ રોકાણ: રૂ. 250 પ્રતિ વર્ષ
મહત્તમ રોકાણ: રૂ. 1.5 લાખ પ્રતિ વર્ષ
પરિપક્તિ સમય: દીકરીના 21 વર્ષ પૂરા થયા બાદ અથવા લગ્ન વખતે
ટેક્સ લાભ: 80C હેઠળ છૂટ
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)
60 વર્ષથી વધુ વય ધરાવતા લોકો માટે, Senior Citizen Saving Scheme (SCSS) એ એક સારો વિકલ્પ છે. તેનાથી થતી આવક સરકારી બોન્ડ જેટલી સુરક્ષિત અને વિશ્વસનીય હોય છે.
હાલનો વ્યાજ દર: 8.2% પ્રતિ વર્ષ
ન્યૂનતમ રોકાણ: રૂ. 1,000
મહત્તમ રોકાણ: રૂ. 30 લાખ
લોકઅપ પિરિયડ: 5 વર્ષ (3 વર્ષ માટે વિસ્તૃત કરી શકાય)
ટેક્સ લાભ: 80C હેઠળ છૂટ
આ યોજનાઓમાં રોકાણ કરીને તમે ન ફક્ત ટેક્સ બચાવી શકશો, પણ ભવિષ્ય માટે પણ એક મજબૂત નાણાકીય આધાર બનાવી શકશો.