Social Media Followers : સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાની ઉતાવળમાં આ 4 ભૂલો ન કરો, નહિ તો પડી શકો છો મોટી જાળમાં!
Social Media Followers : આજના ડિજીટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજન પૂરતું નથી રહ્યો, હવે તે વ્યક્તિની ઓળખ અને વિશ્વસનીયતાનું પ્રતિક બની ગયું છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ફોલોઅર્સ વધે અને તેનું પ્રોફાઇલ લોકપ્રિય બને. પરંતુ આ ઈચ્છામાં કેટલીકવાર લોકો એવી ભૂલો કરે છે જેના પરિણામે તેમને નાણા, ડેટા અને વિશ્વસનીયતાનું મોટું નુકસાન થઈ શકે છે.
ચાલો જાણીએ એવી ચાર ભૂલો વિશે જે ઘણીવાર અજાણતાં કે ઉતાવળમાં કરવામાં આવે છે.
ભૂલ નંબર ૧: નકલી ફોલોઅર્સ ખરીદવી
ઘણા લોકો તૃતીય-પક્ષી વેબસાઇટ કે એપ્લિકેશનથી પૈસા આપી ફોલોઅર્સ ખરીદે છે. આવા ફોલોઅર્સ મોટા ભાગે બોટ્સ કે નિષ્ક્રિય એકાઉન્ટ હોય છે. આથી Engagement ઘટે છે અને સૌથી મોટું જોખમ એ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવા એકાઉન્ટને સસ્પેન્ડ પણ કરી શકે છે.
ભૂલ નંબર ૨: શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું
ઘણાં લોકો “ફ્રી ફોલોઅર્સ” જેવી લાલચ આપતી લિંક્સ પર ક્લિક કરી નાખે છે. આવી લિંક્સથી તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અથવા તમારા ઉપકરણમાં વાયરસ આવી શકે છે, જે તમારા વ્યક્તિગત ડેટા અને બેંક માહિતી માટે જોખમરૂપ બની શકે છે.
ભૂલ નંબર ૩: અજાણ્યાં એકાઉન્ટ્સને ફોલો કરવું
ફોલોઅર્સ વધારવાની ઉતાવળમાં લોકો કોઇપણ એકાઉન્ટને ફોલો કરી નાખે છે. ઘણા શંકાસ્પદ એકાઉન્ટ્સ છેતરપિંડી માટે બનેલા હોય છે. આવા એકાઉન્ટ્સથી આપનું ડેટા સુરક્ષિત નથી રહેતું.
ભૂલ નંબર ૪: વ્યક્તિગત માહિતી શેર કરવી
ઘણા છેતરપિંડી કરનારાઓ તમને ફોલોઅર્સ, લાઇક્સ કે Collaboration માટે લાલચ આપે છે અને તેના બદલામાં તમારા ઈમેલ, ફોન નંબર કે બેંક વિગતો માંગે છે. આવા લોકોને માહિતી આપવાથી નાણાકીય છેતરપિંડીની શક્યતા વધી જાય છે.
શું કરવું જોઈએ?
મૌલિક અને ગુણવત્તાસભર સામગ્રી પોસ્ટ કરો
reels અને shorts જેવી ફોર્મેટ્સમાં ક્રિએટિવ રહો
ઓરિજિનલ ટિપ્પણીઓ અને real audience સાથે engage રહો
તમારું ડેટા અને એકાઉન્ટ સુરક્ષિત રાખો