RBI pension delay rule: પેન્શન મોડું મળ્યું? હવે બેંકને 8% વ્યાજ ચૂકવવું પડશે, RBIનો મહત્વનો નિર્ણય
RBI pension delay rule: જો તમે કે તમારા પરિવારમાં કોઈ પેન્શનધારક છે અને તેમને પેન્શન સમયસર મળતું ન હોય, તો હવે તમારા માટે રાહતની વાત છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેન્શન ચૂકવવામાં વિલંબ થાય, તો બેંકને પેન્શનરને વાર્ષિક 8% વ્યાજ ચૂકવવું પડશે.
પેન્શન મોડી મળવાની ફરિયાદો સામે RBIનું સખત વલણ
આવી રહેલી પેન્શન મોડું મળવાની ફરિયાદોને ધ્યાનમાં લેતા RBIએ તમામ સરકારી પેન્શન ચૂકવતી બેંકો માટે ખાસ નિર્દેશો જારી કર્યા છે. હવે જો પેન્શન કે પેન્ડિંગ રકમ ચુકવવામાં વિલંબ થાય છે, તો તેની પર બેંકોને પેન્શનર માટે વ્યાજ તરીકે ચૂકવણી કરવાની ફરજ પડશે.
વ્યાજની ચૂકવણી ક્યારે અને કેટલાં ટકા?
આ નવા નિયમ મુજબ, જો બેંકો પેન્શનના નક્કી સમય પછી ચૂકવણી કરે છે, તો તે રકમ પર 8% વાર્ષિક વ્યાજ લાગુ થશે. આ વ્યાજની રકમ પેન્શન સાથે તે જ દિવસે પેન્શનરના ખાતામાં જમા થવી જોઈએ, જેમાં કોઈ પ્રથા કે દાવાની જરૂર નહીં હોય.
ક્યાંથી શરૂ થશે આ નિયમનો અમલ?
આ નિયમ 1 ઓક્ટોબર 2008 પછી થતા તમામ પેન્શન ચુકવણી વિલંબ માટે લાગુ પડે છે. એટલે કે પાછલા કેટલાય વર્ષોમાં જો પેન્શન મોડી મળી છે, તો પણ પેન્શનરોને વ્યાજ મળવાનો હક રહેશે.
બેંકો માટે માર્ગદર્શન અને જવાબદારી
RBIએ બેંકોને સૂચના આપી છે કે પેન્શન ઓર્ડરની નકલ તાત્કાલિક રીતે મેળવીને ચૂકવણી પ્રક્રિયા ઝડપી બનાવે. સાથે જ એવી પણ સલાહ આપવામાં આવી છે કે પેન્શન ખાતા ધરાવનારા, ખાસ કરીને વૃદ્ધ નાગરિકો સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું જોઈએ અને તેમને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપી શકાય.
ગ્રાહક સેવા પણ થશે મહત્વની
બેંકોના તમામ શાખાઓમાં પેન્શનરો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને સારા પ્રતિસાદ માટે કસ્ટમર કેર વ્યવસ્થાઓ મજબૂત કરવાના પણ સૂચનો આપવામાં આવ્યા છે. પેન્શન કે અન્ય બેંકિંગ પ્રશ્નો અંગે પેન્શનરોને સરળતાથી મદદ મળી શકે એ માટે ખાસ વ્યવસ્થા થવી જોઈએ.
નવાં નિયમો તમારા હક્ક માટે છે – જો તમારૂ પેન્શન મોડું મળે, તો તમારું નુકસાન નહીં થાય, બેંકનો ખર્ચ વધશે!