Post Office MIS: પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના: એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો 5,550 રૂપિયા
Post Office MIS: જો તમે એવી રોકાણ યોજના શોધી રહ્યા છો, જે સુરક્ષિત હોવા સાથે તમને દર મહિને નક્કી આવક આપતી હોય, તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા સંચિત નાણાં સુરક્ષિત રહેશે અને તમે દર મહિને વ્યાજની રકમ મેળવી શકશો.
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક સરકારી બચત યોજના છે, જે નાણાંકીય સુરક્ષા અને નિયત આવકની સુવિધા આપે છે.
આ યોજનામાં 7.4% નો આકર્ષક વ્યાજ દર મળે છે. એક વ્યક્તિગત ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
જો તમે 9 લાખ રૂપિયા રોકાણ કરો છો, તો વર્તમાન વ્યાજ દર પ્રમાણે તમને દર મહિને 5,550 રૂપિયા વ્યાજ મળશે.
આ યોજનામાં રોકાણ કર્યાના 1 વર્ષ પછી તમારે જરૂર પડે તો પૈસા ઉપાડી શકો છો, જો 3 વર્ષ પહેલાં પૈસા ઉપાડશો, તો થોડો દંડ ભરવો પડશે.
આ યોજના ખાસ કરીને રિટાયર થયેલા લોકો અને નક્કી આવક ઇચ્છતા રોકાણકારો માટે ઉત્તમ છે. તમારા નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ સ્કીમમાં આજે જ રોકાણ કરો.