PM JJBY: માત્ર ₹436 ના પ્રીમિયમ પર ₹2 લાખ નો વીમા કવર, જાણો સંપૂર્ણ વિગતો
PM JJBY: સરકારની એક શ્રેષ્ઠ વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) થી લોકોને ફાયદો મળી રહ્યો છે. માત્ર ₹436 ના વાર્ષિક પ્રીમિયમ ભરવાથી નાગરિકોને ₹2 લાખ નો વીમા કવર મળી શકે છે. આ યોજના ખાસ કરીને સામાન્ય અને ગરીબ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.
શું છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના?
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે 18 થી 50 વર્ષની ઉંમર ધરાવતા લોકોને જીવન વીમાનું સુરક્ષા કવચ પ્રદાન કરે છે. PMJJBY યોજના હેઠળ, અરજદારે દર વર્ષે ₹436 નું પ્રીમિયમ ભરવાનું રહેશે. જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું દુઃખદ અવસાન થાય, તો તેમના નામે નોંધાયેલા નોમિનીને ₹2 લાખ ની વીમા રકમ મળે છે.
PMJJBY નો લાભ કોણ લઈ શકે?
ઉમેદવારની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
અરજદાર પાસે સક્રિય બેંક ખાતું હોવું આવશ્યક છે.
પ્રીમિયમની રકમ દર વર્ષે ઓટોમેટિક બેંક ડેબિટ થવાની રહેશે.
જો વીમાધારક સમયમર્યાદા દરમિયાન મૃત્યુ પામે, તો નામિનીને સીધા બેંક ખાતામાં ₹2 લાખ ટ્રાન્સફર કરવામાં આવે છે.
યોજનાનો સમયગાળો અને રીન્યુઅલ પ્રક્રિયા
PMJJBY યોજના 1 જૂનથી 31 મે સુધી માટે માન્ય રહે છે. અરજદારે પ્લાન રિન્યુ કરાવવા માટે ₹436 નું પ્રીમિયમ ભરવું પડશે. જો ખાતાધારક આ રકમ ભરે નહીં, તો વીમા કવર રદ થઈ શકે છે.
PMJJBY માં કેવી રીતે નોંધણી કરવી?
નજીકની બેંક બ્રાંચમાં જાઓ અને PMJJBY માટે અરજી ફોર્મ ભરો.
જરૂરી દસ્તાવેજો રજૂ કરો, જેમાં આધાર કાર્ડ, ઓળખ દસ્તાવેજ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટો સામેલ છે.
એકવાર અરજી મંજૂર થયા બાદ, પ્રીમિયમ રકમ બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે, અને વીમા કવર સક્રિય થઈ જશે.
PMJJBY યોજના આજ સુધીમાં લાખો લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ છે. જો તમે પણ ઓછા ખર્ચમાં ઊંચું વીમા કવર મેળવવા માંગતા હો, તો આજેજ આ યોજના માટે નોંધણી કરાવો!