Health Insurance Claims Process : ફટાફટ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કરવાની રીત: ઇમરજન્સી સમયમાં અપનાવો આ પગલાં
Health Insurance Claims Process: કોરોના પછી બદલાયેલ પરિસ્થિતિએ લોકોને તંદુરસ્તીની સાથે સાથે આર્થિક સુરક્ષાની જાગૃતિ પણ આપી છે. મેડિકલ ખર્ચ વધતાં હવે ઘણાં પરિવારો હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા તરફ આગળ વધ્યા છે. પણ જ્યારે હકિકતમાં ઇમરજન્સી સર્જાય, ત્યારે વીમા ક્લેમ કરવાની પ્રક્રિયા ગૂંચવણભરી લાગી શકે છે. આવું ન બને એ માટે આવો જાણીએ ક્લેમ કરવાની સરળ રીત.
ઇમરજન્સી આવે ત્યારે આ રીતે કરો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ:
1. હોસ્પિટલમાં દાખલ થતી વેળા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો:
તમારું KYC ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ/પાન કાર્ડ અને ઇન્શ્યોરન્સ પૉલિસી ડિટેઈલ્સ સાથે રાખો. સારવાર શરૂ કરાવતા પહેલાં થોડી ડિપોઝિટ રકમ ભરવી પડે છે.
2. વીમા કંપની અથવા TPA ને તાત્કાલિક જાણ કરો:
જેમ જ સારવાર શરૂ થાય, તરત જ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની અથવા તેને સંચાલિત કરતી TPA (Third Party Administrator) ને જાણ કરો.
3. હોસ્પિટલમાં ઇન્શ્યોરન્સ કાર્ડ અને ફોટો ID સબમિટ કરો:
તમારું વેલિડ ફોટો ID અને વીમા કાર્ડ હોસ્પિટલમાં વહેલી તકે આપવું જરૂરી છે.
4. Pre-authorisation માટે અરજી કરો:
હોસ્પિટલના સહયોગથી વહેલી તકે ઇન્શ્યોરન્સ કંપનીને pre-authorisation request મોકલાવવી જોઈએ, જેમાં અંદાજિત ખર્ચોની જાણ થાય છે.
5. ડોક્યુમેન્ટની નકલ રાખવી ભૂલશો નહીં:
હોસ્પિટલ દ્વારા મોકલાતા તમામ ઓરિજિનલ પેપર હોસ્પિટલ જ રાખે છે, તેથી તેની ફોટોકોપી જરૂરથી તમારી પાસે હોવી જોઈએ.
જો Pre-authorisation reject થાય તો શું કરવું?
તમે હજી પણ ક્લેમ મેળવી શકો છો. બધા મેડિકલ બિલ્સ અને ડોક્યુમેન્ટ્સ તમે જાતે ઇન્શ્યોરન્સ કંપની કે TPA પાસે સબમિટ કરો.
જો છતાં પણ કંપની ક્લેમ સ્વીકારતી નથી, તો તમે નીચેના માધ્યમથી ફરિયાદ કરી શકો છો:
ઈમેઇલ: [email protected]
ટોલ ફ્રી નંબર: 155255 / 1800 4254 732
નોન-નેટવર્ક હોસ્પિટલમાં સારવાર લઈ હોય તો?
કેટલીક વખત એવી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે જે તમારા વીમા નેટવર્કમાં નહીં હોય. ત્યારે પણ ક્લેમ કરી શકાય છે:
1. ડિસ્ચાર્જ થયા પછી 15 થી 30 દિવસની અંદર ક્લેમ નોંધાવવો:
તમારે વીમા કંપનીને સૂચના આપવી પડે છે.
2. કંપની આપશે ક્લેમ નંબર:
જેનો ઉપયોગ ભવિષ્યમાં પણ ફોલોઅપ માટે કરી શકો છો.
3. બધા બિલ અને ડોક્યુમેન્ટ સબમિટ કરો:
તમારાં તમામ મેડિકલ ખર્ચ અને સંબંધિત દસ્તાવેજો કંપની અથવા TPA પાસે મોકલાવો.
કંપની જરૂર જણાશે તો વધુ માહિતી માટે તમને સંપર્ક કરશે. યોગ્ય દસ્તાવેજ મળ્યા બાદ સામાન્ય રીતે 30 દિવસની અંદર ક્લેમ પ્રોસેસ થાય છે.