Aadhaar Card : શું હવે આધાર કાર્ડની જરૂર નહીં પડે? સરકારે લોન્ચ કરી નવી ડિજિટલ એપ!
Aadhaar Card : હવે હોટેલમાં ચેક-ઇન કરવો હોય કે એરપોર્ટ ચેકિંગ કરાવવું હોય, તમારે આધાર કાર્ડની ફિઝિકલ કોપી બતાવવાની જરૂર નહીં રહે. કેન્દ્ર સરકારે આધારની ચકાસણી માટે એક નવી ડિજિટલ એપ લોન્ચ કરી છે, જેનાથી ઓળખની પુષ્ટિ હવે સીધા તમારું ફોનથી શક્ય બનશે.
કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતાં જણાવ્યું કે, “આ નવી ટેકનોલોજી દેશના નાગરિકોને ડિજિટલ સ્વાતંત્ર્ય તરફ આગળ ધપાવશે.”
આધારની નવી એપ શું કરે છે?
આ નવિન એપના માધ્યમથી યુઝર તેમના સ્માર્ટફોનમાં લોગિન કરીને એક યુનિક QR કોડ જનરેટ કરી શકે છે. જ્યારે ઓળખ ચકાસવાની જરૂર પડે ત્યારે તે કોડ સ્કેન કરવાથી તરતજ તેમની ઓળખ પુષ્ટિ થઇ જશે. એપમાં ફેશિયલ ઓથેન્ટિકેશનની સુવિધા પણ છે, જે માહિતીની ખાતરીમાં વધારે વિશ્વસનીયતા લાવશે.
એપ હાલની mAadhaar એપથી અલગ અને વધારે અદ્યતન ટેકનોલોજી પર આધારિત છે.
ફાયદા શું મળશે?
ફિઝિકલ આધારની જરૂર નહિ રહે
સુરક્ષા વધુ મજબૂત
QR કોડ પર આધારિત સિસ્ટમ, દસ્તાવેજોની નકલ થવાની શક્યતા ઘટાડશે.
તાત્કાલિક ઓળખ ચકાસણી
જેમ UPI સ્કેન થતાં જ પેમેન્ટ થાય છે, એમ જ ચેક-ઇન અથવા રજિસ્ટ્રેશન સમયે ઓળખ તરત કન્ફર્મ થશે.
આધાર કાર્ડ કેવી રીતે બનાવવું ?
જો તમારું આધાર કાર્ડ હજી બનાવ્યું નથી તો તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. ત્યાં તમારું નોંધણી ફોર્મ ભરાવાશે જેમાં નામ, જન્મતારીખ, સરનામું જેવી વિગતો આપવી પડશે. ત્યારબાદ બાયોમેટ્રિક માહિતી લેવાશે જેમ કે ફિંગરપ્રિન્ટ, આંખોનું સ્કેન અને ફોટો. નોંધણી પછી તમને એક એક્નોલેજમેન્ટ રસીદ આપવામાં આવશે અને થોડા સમયમાં તમારું આધાર કાર્ડ પોસ્ટ દ્વારા મોકલાશે અથવા UIDAI ની વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકાશે.