યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ 26મી ઓક્ટોબરે લેશે તાજમહેલની મુલાકાત તાજમહેલની સાથે સાથે યોગી લેશે ત્યાંના પ્રસિદ્ધ સ્મારકોની મુલાકાત। પર્યટકોને આકર્ષવાના હેતુ સર સરકાર અવનવા પ્રયાશો કરી રહી છે. તેના એક ભાગ રૂપે યોગી આદિત્યનાથની આ મુલાકાત યાદગાર રહેશે
આ સિવાય હાલમાં જ સંગીત સોમનાથે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ તાજમહેલ ચર્ચામાં છે ભાજપના નેતા સોમનાથે કહ્યું હતું કે તાજમહેલને ઐતિહાસિક ઇમારતો માંથી હટાવી લેવાથી કેટલાક લોકોને નથી ગમ્યું તેમના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે.તાજમહેલ બનાવનારે તેમના પિતાનુંજ ખરાબ કર્યું હતું તે લોકો આપણા ઇતિહાસનો ભાગ કે વારસો કેવી રીતે બનીશકે?
આ વિવાદાસ્પદ નિવેદન બાદ આદિત્યનાથે કહ્યું કે તાજમહેલ બનાવવા માટે ભારતીયોનો ખૂન પસીનો વહ્યો છે કોણ શું કહે છે તે જરૂરી નથી તમામ ભારતીય વારસાનું જતન કરવામાં આવશે।