અમેરીકા : WWEનો સુપર સ્ટાર રહી ચુકેલ રિક ફ્લેયરે તાજેતરમાં પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ કેટલાક ખુલાસા કર્યા છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટે તેની લાઇફ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે જેમાં તેને જણાવ્યુ કે જ્યારે તે કારકિર્દીમાં ટોપ પર હતો ત્યારે તેના આશરે 10 હજાર મહિલાઓ સાથે સબંધ રહ્યાં છે. નેચર બોય નામથી જાણીતા આ રેસલરે ઇએસપીએલના ’30 ફોર 30′ સ્પેશિયલ માટે શૂટ કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીમાં આ વાત કહી હતી.
જણાવીને થયો અફસોસ
મહિલાઓ સાથે સબંધને લઇ તેને કહ્યું કે જ્યારે તેની કારકિર્દી ટોપ પર હતી ત્યારે તેને 10 હજારથી વધુ મહિલાઓ સાથે રિલેશન બનાવ્યા હતા. જો કે આ વાત કહ્યાં બાદ તેને એમ પણ કહ્યું કે, ‘પોતાના પૌત્ર-પૌત્રીઓને યાદ કરીને મને લાગે છે કે મે આ વાત ન કહી હોત તો સારૂ હતું. જો કે હવે હું માત્ર હવે એકને જ પ્રેમ કરૂ છુ. અહી તેનો અર્થ ફિયાન્સી વેન્ડી બાર્લો સાથેનું હતું. આ વાતચીત દરમિયાન તેને એમ પણ જણાવ્યુ કે આ સમયમાં જ્યારે તે ક્યાય પણ જતો હતો ત્યાંથી 15થી 20 ડ્રિક્સ પીને જ પરત ફરતો હતો.
બે વખત રહ્યો છે ‘હોલ ઓફ ફેમ‘
WWEના ઇતિહાસમાં રિક ફ્લેયર એવો રેસલર છે, જે બે વખત હોલ ઓફ ફેમ રહી ચુક્યો છે, તેને વર્ષ 2008માં પ્રથમ વખત સોલો પરફોર્મર તરીકે WWE હોલ ઓફ ફેમ બનાવવામાં આવ્યો હતો. રેસલરમેનિયા 24માં પોતાના રિટાયરમેન્ટ મેચના એક દિવસ પહેલા વર્ષ 2012માં તે બીજી વખત WWE હોલ ઓફ ફેમ બન્યો હતો.
WWE રેસલરને દીકરી પણ છે
રિક ફ્લેયરની દીકરી ચાર્લોટ પણ WWEની સ્ટાર ફિમેલ રેસલર છે. નાની કારકિર્દી છતા તે પોતાના પિતાની જેમ પોતાનું નામ WWEની રેકોર્ડ બુકમાં દર્જ કરાવી ચુકી છે. તે ચાર વખતની મહિલા ચેમ્પિયન છે, જ્યારે તેના પિતાએ 16 વખત આ કારનામુ કર્યુ હતું.
‘હેલ ઇન સેલ’ ઇવેન્ટને જીતતા જ ચાર્લોટની WWE પે-પર વિનની સંખ્યા 20ની થઇ ગઇ છે, રિકે પોતાની પુરી WWE કારકિર્દીમાં આટલા ટાઇટલ જીત્યા હતા.
રેસલરમેનિયામાં મળી માત્ર એક જીત
રેસલરમેનિયામાં રિક ફ્લેયરને માત્ર એક જ વખત જીત મળી, જે રેસલમેનિયા 20માં મળી હતી. આ દરમિયાન તેને રેન્ડી ઓર્ટન અને બતિસ્તા સાથે મળી ધ રોક અને મિક ફોલેને હરાવ્યુ હતું. આ સીવાય રેસલરમેનિયાની ચાર અન્ય મેચમાં તે રેન્ડી સેવેગ, અંડરટેકર, બૈંક બ્રીફકેસ અને શાન માઇકલ્સના હાથે હારી ગયો હતો.