કુઆલાલમ્પુર : ભારતીય મહિલા હોકી ટીમે અહીં રમાઇ રહેલી પાંચ મેચોની સિરીઝની ચોથી મેચમાં યજમાન મલેશિયાને ૧-૦થી હરાવીને સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. ભારતીય મહિલા ટીમે પહેલી મેચ ૩-૦થી જ્યારે બીજી મેચ ૫-૦થી જીતી હતી. તે પછી ત્રીજી મેચ ૪-૪થી ડ્રો રહી હતી અને બુધવારે રમાયેલી ચોથી મેચમાં ભારતીય મહિલાઓઍ ૧-૦થી વિજય મેળવ્યો હતો. ચોથી મેચમાં ભારત વતી ઍકમાત્ર ગોલ લાલરેમસિયામીઍ ૫૫મી મિનીટમાં કર્યો હતો.
આ મેચમાં યજમાન મલેશિયાઍ મજબૂત શરૂઆત કરીને બીજી જ મિનીટમાં પેનલ્ટી કોર્નર મેળવી લીધો હતો, જા કે ગોલકીપર સવિતાઍ જારદાર ડિફેન્સ વડે તેમનો પ્રયાસ મારી હઠાવ્યો હતો. તેની બીજી મિનીટે ભારતીય ટીમને મળેલો પેનલ્ટી કોર્નર પણ ગોલમાં ફેરવી શકાયો નહોતો. મેચના પ્રથમ ત્રણેય ક્વાર્ટર ગોલ રહિત રહ્યા હતા. અને તે પછી ચોથા ક્વાર્ટરમાં લાલરેમસિયામીઍ ગોલ કરીને ભારતીય ટીમને ૧-૦ની સરસાઇ અપાવી હતી, જે ભારતીય ટીમે અંત સુધી જાળવી રાખી હતી. ભારતીય ટીમને આ મેચમાં કુલ પાંચ પેનલ્ટી કોર્નર મળ્યા હતા પણ તેમાંથી ઍકને પણ ગોલમાં ફેરવી શકયો નહોતો.