મેકઆલુ ટિક્કીથી ભારતીય કસ્ટમર્સને લુભાવનારાં મેકડોનાલ્ડ્સને તેના પ્રતિસ્પર્ધીઓ હંફાવી રહ્યા છે. તેની પાછળ બીજું કંઈ નહીં, પરંતુ તેના એક ફ્રેન્ચાઈઝી પાર્ટનર સાથે ચાલી રહેલી કાયદાકીય લડાઈ કારણભૂત છે. એક તરફ, ડોમિનોઝ પિઝાના ઓપરેટર જ્યુબિલિયન્ટ ફુડવર્ક્સ લિમિટેડનું કામકાજ છેલ્લા એક વર્ષમાં ડબલ થઈ ગયું છે, ત્યારે મેકડોનાલ્ડને પિઝાના ચાહકોના દેશ ભારતમાં કાયદાકીય લડાઈનો સામનો કરવો પડી રહ્યો છે.
દુનિયામાં સૌથી વધુ યુવાવર્ગની વસતી ધરાવતા ભારતમાં ફાસ્ટફુડની ડિમાન્ડમાં જબ્બર વધારો થયો છે. આ વર્ષે તો ફાસ્ટફુડનું માર્કેટ 21.2 અબજ ડોલરને આંબે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. જેનો મોટો ફાયદો ડોમિનોઝ અને સબવેને મળ્યો છે, પરંતુ મેકડોનાલ્ડ ફાસ્ટફુડની વધતી જતી ડિમાન્ડથી પોતાનો બિઝનેસ વધારવામાં પોતાના હરિફ જેટલું સફળ નથી રહ્યું.
એક સમયે ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડના આઉટલેટ્સ ઓપરેટર કરનારી કંપની કનોટ પ્લાઝા રેસ્ટોરાઝ લિમિટેડના એમડી વિક્રમ બક્ષીનું કહેવું છે કે, અમારો ગ્રોથ એકદમ અટકી ગયો છે. 2013થી બક્ષી મેકડોનાલ્ડ સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે, અને ગયા વર્ષે જ મેકડોનાલ્ડે તેમની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો કરી દીધો હતો. જોકે, તેમના વગર પણ મેકડોનાલ્ડ પોતાના 169 આઉટલેટ્સ ચલાવી રહી છે.
છેક 2013થી ડોમિનોઝ મેકડોનાલ્ડ કરતા આગળ છે. ડોમિનોઝની ઓપરેટર કંપની જ્યુબિલિયન્ટ ફુડવર્ક્સને ઓનલાઈન ઓર્ડરનું ચલણ વધતા તેમજ હોમ પિઝા ડિલિવરીનો ટ્રેન્ડ હિટ જતા ખાસ્સો ફાયદો મળ્યો છે. કંપનીનું કામકાજ ગયા વર્ષ કરતા બમણું થઈ ગયું છે.
પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડીના 271 રેસ્ટોરાં ચલાવતી તેની ફ્રેન્ચાઈઝી પાર્ટનર લેસ્ટલાઈફ ડેવલપમેન્ટ લિમિટેડ 2022 સુધીમાં રેસ્ટોરાંની સંખ્યા 500 સુધી પહોંચાડવાનું આયોજન ધરાવે છે. તો સામે પક્ષે ડોમિનોઝની ફ્રેન્ચાઈઝી પાર્ટનર જ્યુબિલિયન્ટ ફુડવર્ક્સ આ વર્ષના અંતે જ 265 શહેરોમાં પોતાની રેસ્ટોરાંની સંખ્યા 1127 સુધી લઈ જવા માટે તૈયાર છે. આ આંકડો મેકડોનાલ્ડ કરતા બમણો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.