અબજોપતિ ઉદ્યોગપતિ અને રોકાણકાર વોરન બફેટની બર્કશાયર હેથવેે કંપનીએ પેટીએમમાં રૂ.૨,૫૦૦ કરોડ (૩૫.૬૦ કરોડ ડોલર)નું મૂડીરોકાણ કરીને હિસ્સો હસ્તગત કર્યો છે અને હવે બર્કશાયર હેથવેને બોર્ડમાં પણ સ્થાન મળશે, એમ ભારતમાં ડિજિટલ પેમેન્ટની સૌથી મોટી કંપનીએ મંગળવારે કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઇ ભારતીય સ્ટાર્ટઅપ કંપનીમાં વોરેટ બફેટનું આ પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ છે અને તેની શરૂઆત ભારતના ફાઇનાન્શિયલ પેમેન્ટ સેકટરથી થઇ છે. પેટીએમના સ્થાપક વિજય શંકરે જણાવ્યું હતું કે આ હિસ્સો સોફ્ટબેન્ક કરતા ઘણો વધારે છે અને બર્કશાયર હેથવેને બોર્ડમાં સ્થાન મળશે. સૂત્રોના જણાવ્યાનુસાર બર્કશાયરે ભારત સ્થિત આ કંપનીનું મૂલ્ય ૧૦ અબજ ડોલર કરતાં પણ વધુ આંક્યું છે અને બર્કશાયરે પેટીએમમાં રૂ.ર,પ૦૦ કરોડનું રોકાણ રોકાણ કરી રહી છે. આ સોદા સાથે જ બફેટની ઇન્વેસ્ટમેન્ટ કંપની ગયા વરસે પેટીએમમાં ર૦ ટકા એટલે કે રૂ.૯,૦૦૦ કરોડ કરતાં પણ વધુનું રોકાણ કરનાર જાપાનની સોફ્ટબેન્ક સાથે જોડાઈ છે. પેટીએમની માલિક વન-૯૭ કમ્યુનિકેશન એન્ડ ફાઇનાન્શિયલ અને અલીબાબાને પેટીએમના અન્ય ચાવીરૂપ રોકાણકાર ગણે છે. બર્કશાયરના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ટોડ કોમ્બ્સ પેટીએમના ડિરેક્ટર તરીકે જોડાયા હોવાનું કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. હું પેટીએમથી પ્રભાવિત થયો છું અને તેની વિકાસયાત્રાનો હિસ્સો બનવા ખૂબ જ ઉત્સાહિત છું, એમ કોમ્બ્સે કહ્યું હતું. પેટીએમના સ્થાપક વિજયશેખર શર્માએ કહ્યું હતું કે નાણાકીય સેવા ક્ષેત્રે બર્કશાયરનો અનુભવ અને લાંબા સમયનું રોકાણ જોતાં પ૦ કરોડ ભારતીયોને ડિજિટલ પેમેન્ટનાં માધ્યમ થકી જોડવાના કંપનીના લક્ષ્યને પાર પાડવામાં તે ખૂબ જ લાભદાયી પુરવાર થશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.