મહિલાના વર્જિનિટિ ટેસ્ટ કરાવવાને મહારાષ્ટ્રની સરકાર અપરાધીય ગુનો જાહેર કર્યો છે. રાજ્યના કેટલાક સમાજમાં આ પરંપરા છે. આવા કેટલાક સમાજોમાં નવપરીણિત મહિલાઓને એ વાત તેમના સાસરીપક્ષ સમક્ષ સાબિત કરવી પડતી હોય છે કે તે લગ્ન પહેલા કુંવારી હતી.
ગૃહરાજ્યમંત્રી રંજીત પાટિલે બુધવારના રોજ આ મુદ્દા પર કેટલાક સામાજિક સંગઠનોના એક પ્રતિનિધિમંડળની મુલાકાત કરી હતી. શિવસેના પ્રવક્તા નીલમ ગોરહે પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા હતા. મંત્રીએ કહ્યું કે, ‘વર્જિનિટિ ટેસ્ટ એ એક શારીરિક હિંસાનો એક પ્રકાર જ છે. કાયદા અને ન્યાય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રકારના કાર્યને અપરાધીય ગુના તરીકે જાહેર કરવામાં આવ્યો છે.’
મહિલાઓના સમ્માનને ઈજા પહોંચાડનારો આ રિવાજ કંજરભાટ અને અન્ય કેટલાક સમાજોમાં છે. આ સમાજના કેટલાક યુવકોએ આના વિરુદ્ધ ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. આ ટેસ્ટ માટે નવપરીણિત મહાલાએ સુહાગરાત પછી પોતાની વર્જિનિટી સાબિત કરવાની હોય છે. સમાજની પંચાયતના સભ્યો સુહાગરાતમાં વાપરવામાં આવેલી બેડશીટને ચેક કરે છે.
જો તે સફેદ બેડશીટ પર લોહીના ડાઘા ન મળે તો તે લગ્નને તેઓ ગેરકાયદેસરના ગણાવી દે છે. પંચાયતના સભ્યોને જો બેડશીટ પર લોહીના ડાઘ ન મળે તો કોઈ પણ પુરાવાઓ વગર તેઓ એમ જ સમજી લે છે કે નવવધુને લગ્ન પહેલા કોઈની સાથે શારીરિક સંબંધ હતો.