વાપી શહેર અને વલસાડ જિલ્લા ની નિઃયુધ્ધ દિ આર્ટ કરાટે ઇન્સ્ટિટ્યૂટ ના વિધાર્થીઓ ઉત્તર પ્રદેશ મા આયોજિત નેશનલ કરાટે ચેમ્પિયન શીપ મા ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કર્યું .
2017 ના ડિસેમ્બરમાં ઉત્તર પ્રદેશ ના વારાણસી મા આયોજીત માનવ એકેડમી તથા અમર ઉજાલા ફાઉન્ડેશન નેશનલ કરાટે ચેમ્પિયન શીપ મા દેશ ના 20 થી વધારે રાજ્યો ની ટિમ પ્રતિસ્પધા મા ભાગ લેવા આવી હતી .
તેમા ગુજરાત ની ટિમ જે સેનસાઈ દીપક પાવર ના માર્ગદર્શન મા સેમપાઈ નિશા ઘોષલ અને ભાવેશ ખારાડી ચેમ્પિયન શીપ મા ભાગ લઈ 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ પર વિજય મેળવ્યો હતો .
આ ચેમ્પિયન શીપ મા 600 જેટલા વિધાર્થીઓ રિંગ મા પોતાનું બેસ્ટ પર્ફોમર્સ આપ્યું હતું .
[slideshow_deploy id=’24155′]
જેમાં વાપી ગુજરાત ની ટિમ મા સિનિયર કેટેગરીમાં નિશા ઘોશાલ દ્વારા કુમિટે (ફાઇટિંગ ) ગોલ્ડ અને શેડો ટેક્નિકલ પરફમેન્સ (કાતા ) મા ગોલ્ડ મેડલ પર બાજી મારી હતી . અને વાપી વલસાડ નું નામ રોશન કર્યું હતું .ત્યાં બ્રાઉન બેલ્ટ ભાવેશ ખારાડી દ્વારા ફાઇટિંગ મા બ્રાઉનઝ અને કતા મા ગોલ્ડ મેડલ મેળવ્યું હતું .
ઉત્તર પ્રદેશ થી ગુજરાત ના વાપી આવતા સાથે કે.પી સ્કૂલ ના આચાર્ય મેડમ સુનિતા તિવારી અને સનચાલક ઉમેશ તિવારીએ નિશા ઘોશાલ નું સ્વગત કર્યું હતું .