વાપી કરવડમાં કોમન પ્લોટમાં બાંધકામ કરાતા જીલ્લા કલેકટરને લેખિત ફરીયાદ
ફરીયાદને એક માસ ઉપરાંતનો સમય વિતિ ગયો હોવા છતાં કાર્યવાહીના નામે મીંડુ!
વલસાડ જીલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે વિશેષ કરી વલસાડ જીલ્લા પંચાયત હેઠળ આવતી વિવિધ તાલુકા પંચાયત હદ વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા ગાંધી છાપ નોટોના જારે અનેક ગેરકાયદેસર બાંધકામો ઠોકી બેસાડવામાં આવ્યા છે. વલસાડ જીલ્લાના વાપી કરવડ ગ્રામ પંચાયતમાં એક વ્યÂક્ત દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ શરૂ કરી દેવાતા અન્ય પ્લોટ ધારકો દ્વારા આ અંગે જીલ્લા કલેકટર ને લેખિત ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જેને એક માસનો સમય વિતિ ગયો હોવા છતાં સબંધિત તંત્રો દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરાતા ફરીયાદ કરતા પ્લોટ ધારકો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળે છે.
વલસાડ જીલ્લાના વાપી કરવડ ગ્રામ પંચાયતમાં એક પ્લોટના કોમન રસ્તા ઉપર થયેલ બાંધકામ બાબતે અન્ય પ્લોટ ધારકો દ્વારા જીલ્લા કલેકટરને લેખિત ફરીયાદ કરી તવરીત કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારોએ આપેલ ફરીયાદ અરજીમાં જણાવ્યું છે કે વાપીના કરવડ ગ્રામપંચાયતના સર્વે નં-૫૪૭/૧/પૈકી ૧ કુલ્લે ૧૩૪૫૬.૦૦ ચોરસમીટર ક્ષેત્રફળવાળી મિલકતમાં વાણિજ્ય હેતુસર તથા રહેઠાણ હેતુસરના મકાનો બાંધવા પાડવામાં આવેલ પ્લોટોમાં અરજદારોએ રૂક્ષમણીબેન માગીલાલ જૈન ના કુલમુખત્યાર માંગીલાલ ગંગાલાલ જૈન પાસેથી વેચાણ દસ્તાવેજના આધારે ફરીયાદ કરતાઓ માલિક મુખત્યાર બનેલા છે સદરહું મિલ્કતમાં કુલ્લે દસ પ્લોટ પાડવામાં આવેલ છે અને સદરહું પ્લોટોમાં આવાજવા માટે ૯મીટરનો કોમન રોડ કરવડ ગ્રામ પંચાયત તરફથી નકશામાં જણાવી નકશો મંજુર કરવામાં આવેલ છે. તેમજ ફરીયાદ કર્તાઓ દ્વારા વધુમાં જણાવાયું છે કે સદરહું પ્લોટોવાળી મિલ્કતના કરવડ ગ્રામ પંચાયત તરફથી મિલ્કતમાં કોમન પ્લોટ તરીકે જણાવી નકશા મજુર કરવામાં આવેલ છે. અને કોમન પ્લોટ તમામ પ્લોટ ધારકો માટે સામાયિક ઉપયોગ કરવા માટે આપવામાં આવેલ છે તેમજ આ કોમન પ્લોટવાળી મિલ્કતમાં કોઇ એક પ્લોટવાળી મિલ્કતમાં કોઇ એક ઇસમનો રહેશે નહી તેવી હકીકતો દર્શાવામાં આવેલ છે. આ કોમન પ્લોટમાં એક પ્લોટ ધારકે બાંધકામ શરૂ કરી દેતા અન્ય પ્લોટ ધારકો દ્વારા તેને રોકવા જતા વિવાદ સર્જાયો હતો. જે બાદ તમામ અન્ય પ્લોટ ધારકો દ્વારા આ અંગે વલસાડ જીલ્લા સમાહર્તાને ગત તા.૦૩-૦૪-૨૦૧૮ ના રોજ લેખિત ફરીયાદ કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જે વાતને આજે એક મહિનાનો સમય વિતિ ગયો હોવા છતા પણ કોઇ કાર્યવાહી ન કરાતા ફરીયાદ કરતા પ્લોટ ધારકો માં ભારે નારાજગી જાવા મળી રહી છે તેમજ આગામી દિવસોમાં આ તમામ ફરીયાદ કરતા પ્લોટ ધારકો ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળે છે.