વલસાડ: વલસાડ ના તીથલ ગામમાં છેલ્લા ૨-૩ માહિના ઓથી ચોરી અને લૂંટ ના બનાવો અટકવાનું નામ લેતા નથી જેને લાઇને ગ્રામજનો એ આ બનાવ ને અટકાવવા માટે આજ રોજ સરપંચ ની આગેવાની મા જીલ્લા કેલેકટર અને પોલીસ ને આવેદન પત્ર આપ્યું હતું.
વલસાડ ના કાંઠા વિસ્તાર પર આવેલા તીથલ ગામ મા ચોરી અને લૂંટના બનાવો સાધારણ થઈ ગયા હોય તેંમ આ બનાવો અટકવાનું નામ લેતા નથી. એટલુંજ નહીં થોડા દિવસો અગાવ આ ગામ મા થી ચોરી કરતા એક ચોર ને ગ્રામ જનો એ રંગે હાથ ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યો હતો. તેમ છતાં ચોરી અને લૂંટના બનાવો અટકવાની જગ્યા એ વધી ગયા હતા. આ અંગે ગામ ના અગ્રણીઓ એ પોલીસ ને જાણ કરવા છતાં પોલીસ ચોરટા ઓ ને પકડવા મા નાકામ રહી હતી. છેવટે ગામ ના રહીશો એ જાતે નાઈટ પેટ્રોલિંગ કરી ચોર ને પકડવા માટે જહેમત કરી પરંતુ તેઓ ભાગી છૂટવામાં સફળ રહયાં હતા અંતે ગામના સરપંચ આરતીબેન રાકેશભાઈ પટેલ અને ગામ ના આશરે 300 થી વધુ ગ્રામજનો એ ભેગા મળી આ બનાવો અટકાવવા માટે પોલીસ અને જીલ્લા કેલેક્ટર ને આવેદન પાત્ર આપ્યું હતું.
[slideshow_deploy id=’15409′]