ત્રણ દિવસ માટે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતનાં પ્રવાશે આવ્યા છે. અલગ અલગ સ્થળો પર રેલી અને સભાઓનું આયોજન થયું હતું ત્યારે વલસાડ તેમના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસમાં ભડકો થયો છે. એક સાથે વલસાડ જિલ્લા સ્થાનિક કોંગ્રેસમાં ફૂટ પડી જોવા મળી હતી. એક સાથે કેટલાયે લોકોના રાજીનામાં પડ્યા હતા.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરીની પોસ્ટ પરથી ફરહાન બોગાએ રાજીનામું આપ્યું હતું તો, વલસાડ જિલ્લા યુથ સેક્રેટરીની પોસ્ટ પરથી શાહ્હુસેન વાપીવાલાએ રાજીનામું આપ્યું હતું. તેમની સાથે જ વલસાડ જિલ્લાના એન એસયુ આઈના વાઈસ પ્રેસીડન્ટ ઇસાદ બોગાએ રાજીનામું આપ્યું હતું. વાપી શહેર માઈનોરીટી શેલ સેક્રેટરીની પોસ્ટ પરથી ઝહીર ખાને રાજીનામું ધરી દીધું છે.
આ તમામ લોકો વલસાડ જિલ્લા સ્થાનિક કોંગ્રેસ સંઘટનથી નારાજ થયેલા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને કોંગ્રેસ હાઈકમાન્ડને મેસેજ કરી રાજીનામાની જાણ કરવામાં આવી છે. આવનારા સમયમાં હજુ વધારે રાજીનામાં આવી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.