લાયસન્સ વગર હોટલ ખોલવી છે? પધારો વલસાડ માં…!
ગેરકાયદે સેટિંગ ડોટકોમ થી ચાલતી હોટલ કોના ઈશારે ચાલે છે?
કોઈપણ પરવાનગી વગર ગેરકાયદે વીજ જોડાણ પણ મેળવી લીધું
વલસાડ હાઇવે ઉપર છેલ્લા બે વર્ષ થી ગેરકાયદે રીતે ધમધમી રહેલી હોટલ ક્રિષ્ના જે જમીન ઉપર ઉભી છે તે જમીન પણ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટેની હોવાનું જાણવા મળ્યું છે. એટલુંજ નહીં ગેરકાયદે રીતે પરવાનગી વગર ચાલતી હોટલ ને વિજજોડાણ પણ મળી ગયું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશ માં આવી છે.
વલસાડ પંથક માં છેલ્લા કેટલાક સમય થી ભુમાફિયાઓ સક્રિય થયા છે અને મોકા ની જગ્યાઓ ઉપર કબ્જો જમાવી કરોડો રૂપિયા કમાઈ લેવા ટોળકી સજજ બની હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાઇવે ઉપર મોકાની જગ્યા ગણાતી શંકર તળાવ નજીક હોટલ ક્રિષ્ના વિવાદો ના વમળ માં આવી ગઈ છે નવાઈ ની વાત તો એ છે કે આ હોટલ નું લાઇસન્સ જ નહીં હોવા છતાં બિન્દાસ ચાલી રહી છે અહીં એ નોંધનીય છે કે જો કોઈ ગરીબ ની લારી હોત તો તંત્ર વાહકો ક્યારનાય પહોંચી ગયા હોત અને કાર્યવાહી હાથ ધરી હોત પરંતુ અહીં વાત જરા જુદી છે અને વગદાર ઈસમ ને લઇ કોઈ કાઈ બોલતું નથી અને કાયદા ની ઉપરવટ જઇ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે, સત્યડે ને મળેલી વિગતો મુજબ હોટલ ક્રિષ્ના પાર્ક ના સુરત (સખોલ વડ) ના માલિક દિનેશ દેવશી કાલરીયા એ આ હોટલ માટે લાઇસન્સ માટે અગાઉ અરજી પણ કરી હતી પરંતુ આ જમીન નો કોર્ટ માં કેસ નંબર 3/17 ચાલતો હોવાથી કોર્ટ પ્રકરણ ને લઈ લાયસન્સ આપવામાં આવ્યું ના હતું જેથી અરજદાર ઢીલા પડી ગયા હતા પણ તેવો ને કોઈ ફરક પડ્યો નથી અને બિન્દાસ હોટલ ચાલતા તેવો ખુશ થઈ ગયા છે, વલસાડ પંથક માં ચાલી રહેલા અનેક ભોપાળા પૈકી ના આ એક ભોપાળા એ આ પંથક માં ભારે ચકચાર જગાવી છે ત્યારે આ પ્રકરણ માં સબંધિત તંત્ર વાહકો શુ પગલાં ભરે છે તેતો સમયજ કહેશે હજુ પણ વધુ વિગતો આવતા અંક માં પ્રકાશિત કરવામાં આવશે.