વલસાડ રેસર્સ ગ્રુપ અને અને વલસાડ ટ્રાફિક બ્રિગેડ દ્વારા આયોજિત વલસાડ સિટી હાફ મેરેથોન માં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ ના અંતે ઇનામ વિતરણ સમોરાહ વખતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર ની તબિયત લથડી પડી હતી.. જોકે સ્થળ પર હાજર વલસાડ રેસર્સ ગ્રુપ ના સભ્ય અને વલસાડ ના પ્રસિદ્ધ ડૉક્ટર કલ્પેશ જોશી સહિત ના તમામ ડોક્ટર્સ એ તેમને પ્રાથમિક સારવાર આપી તે બાદ એમને વલસાડ ની લોટસ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમને થોડા સમય માટે ઓબ્સરવેશન માં રાખવામાં આવ્યા છે.. મંત્રી રમણભાઈ પાટકર હવે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું ડૉક્ટર કલ્પેશ જોશી એ જણાવ્યું છે.