વલસાડ: વલસાડ ના તીથલ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો જેમાં ભગવાન ને 2100 થી વધુ વાનગીઓ નો ભોગ ચઢાવવામાં આવ્યો હતો. આ કર્યક્રમમાં 50 હજાર થી વધુ ભાવિક-ભક્તો દર્શન નો લાભલેવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે તીથલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ના પૂ.વિવેકસ્વરૂપદાસ કોઠારી સ્વામી, વલસાડ જિલ્લા કલેક્ટર ખરસાન, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી,તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, પ્રમુખ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના બીપીન બી. પટેલ સહિત મોટી સંખ્યા માં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને દર્શન નો લાભ લીધો હતો.
[slideshow_deploy id=’16189′]