પોતાના ક્લિનિક પર દવા લેવા આવતી ફિમેલ ને ઘેની પદાર્થ ખવડાવી શારિરીક સબંધ બાંધી બનાવતો હતો વીડિયો !
અનેક મહિલાઓ ભોગ બની હોવાની વાત : હવસખોર ડોક્ટર પોલીસ સકંજામાં
વડોદરા: જેને લોકો ભગવાન નું રૂપ માને છે તે ડોક્ટર જ્યારે હેવાન બને ત્યારે સમાજ ઉપર તેની વિપરીત અસર થતી હોય છે અને વિશ્વાસ કરતા સો વાર વિચાર કરે તે પ્રકારની ચોંકાવનારી ઘટના વડોદરા માં બનવા પામી છે જે કિસ્સા એ તબીબી આલમ માં પણ ભારે ચકચાર જગાવી છે.
વડોદરા નજીક આવેલા અનગઢ ગામ માં ક્લિનિક ધરાવતા ડો.પ્રતીક જોશી પોતાના ક્લિનિક માં સસ્તી પ્રાથમિક દવા લેવા આવતી સ્વરૂપવાન ફિમેલ ને ઘેની પદાર્થ ખવડાવી તેને બેભાન કરી તેની ઉપર આરામ થી કપડાં કાઢી રેપ કરતો હતો અને તેનું વીડિયો શુટિંગ તેનો કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ કરતો હતો , થોડીવાર બાદ મહિલા ભાન માં આવે ત્યારે તે જતી રહેતી બાદ માં જ્યારે જરૂર પડે ત્યારે તે યુવતી કે મહિલા ને બોલાવી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી ફરી રેપ કરવાનો સિલસિલો ચાલુ રહેતો હતો, ડોક્ટર ના આ કરતૂતો છેલ્લા એક વર્ષ થી ચાલુ હતા પણ તાજેતર માં કમ્પાઉન્ડર દિલીપ ને લગ્ન માટે પૈસા ની જરૂર પડતા તેણે ડોક્ટર પાસે દોઢ લાખ રૂપિયા ની માગણી કરી હતી પણ ડોક્ટરે તેને રૂપિયા 64,000 આપ્યા હતા અને આ પૈસા પણ સેલેરી માંથી કાપી લેવાનું જણાવતા દિલીપે પોતે ઉતરેલા વીડિયો પોતાના મિત્રો ને વાયરલ કરી દેતા આખી ઘટના પ્રકાશ માં આવી હતી અને ગામની કેટલીક પરણિત મહિલાઓ ને તેમના પતિદેવો એ કાઢી મુક્તા કૈક ના ઘર ભંગાયા હતા.
પોલીસે આ પ્રકરણ માં ડોક્ટર પ્રતીક જોશી અને કમ્પાઉન્ડર દિલીપ ને ઝડપી લઇ આ મામલે આગળની તપાસ શરૂ કરી છે ,જેમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.