આજથી FIFA U17 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલનો જંગ શરૂ થઇ રહ્યો છે. આજે 2 સેમી ફાઇનલ મેચ રમાશે. જેમાં પેહેલી સેમી ફાઇનલ મેચ બ્રાઝીલ અને ઇંગ્લેન્ડ વચ્ચે અને બીજી સેમી ફાઇનલ મેચ સ્પેન અને માલી વચ્ચે રમાશે. આજની બન્ને સેમી ફાઇનલ મેચ ઘણી રમોચાંક બની રહેશે. પહેલી સેમી ફાઇનલ મેચમાં જો બ્રાઝીલ જીતી જશે તો 12 વર્ષ બાદ તે ફિફા અંડર 17 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવશે.
પહેલી સેમીફાઇનલ બ્રાઝીલ-ઇંગ્લેન્ડ
આપડે જો બ્રાઝીલની અંતિમ મેચની વાત કરીએ તો તેણે જર્મની સામે માંડ માંડ જીત મેળવીને સેમી ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ક્વાટર ફાઇનલ મેચમાં 60 હજાર દર્શકો વચ્ચે બ્રાઝીલની ટીમને ગોલ કરવામાં 70 મીનીટ લાગી હતી. વેવરસન અને પોલિન્હોના 2 ગોલની મદદથી બ્રાઝીલે જર્મની પર જીત મેળવી હતી. આ મેચમાં જર્મનીએ મેચની શરૂઆતથી જ બ્રાઝીલ પર પકડ મજબુત રાખી હતી. પહેલા હાફ સુધી જર્મનીએ ગોલ કર્યા હતા અને બ્રાઝીલને એક પણ ગોલ કરવા દીધો ન હતો.
બીજી સેમી ફાઇનલ સ્પેન અને માલી વચ્ચે
સ્પેનની ટીમ તેની કલાત્મક રમતના મહારથી તરીકે જાણીતી છે. સ્પેન એજ કલાક્મક રમતથી બીજી સેમી ફાઇનલ મેચમાં જગ્યા બનાવી છે. આજે બીજી સેમી ફાઇનલ મેચમાં સ્પેનનો સામનો અટૈકિંગ ટીમ ગણાતી માલી સામે થશે. આ મેચ બે અલગ અલગ શૈલી વચ્ચે મુકાબલો થશે. યુરો અંડર 17 ચૈમ્પિયન રહી ચુકેલી સ્પેનની ટિકી ટાકી એટલે કે નાના-નાના પાસ કરતી ફુટબોલ ગેમ રમે છે. તો આફ્રિકી ચૈમ્પિયન માલી મુત્કપ્રવાહ અને આક્રમક રમતની જાદુગર છે. આ બન્ને ટીમો પોતાની પહેલી મેચ હાર્યા બાદ સેમી ફાઇનલ સુધી પહોચી છે.
વરસાદના કારણે મેદાન ખરાબ થવાથી આજની સેમીફાઇનલ મેચ ગુવાહાટીથી કોલકત્તા સિફ્ટ કરવામાં આવી છે.